Lok Sabha Election, 3rd Phase Voting: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. આ તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. કાળઝાળ ગરમી વચ્ચે મતદારોને ઘરની બહાર કાઢવું એ ચૂંટણી પંચ માટે એક પડકાર છે.
મતદાન સવારે 7 વાગ્યાની આસપાસ શરૂ થશે અને સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. આ તબક્કામાં બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા કેટલાક મોટા રાજ્યોમાં મતદાન થશે.
અગાઉ, જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ માટે પણ તે જ દિવસે મતદાન થવાનું હતું, પરંતુ અહીં મતદાનને 25 મે પર નિર્ધારિત કરવામાં આવ્યું છે. તમામ સીટો પર 4 જૂને મતગણતરી થવાની છે.
- આસામ (4 લોકસભા બેઠકો): ધુબરી, કોકરાઝાર, બરપેટા, ગૌહાટી
- બિહાર (5 લોકસભા બેઠકો): ઝાંઝરપુર, સુપૌલ, અરરિયા, મધેપુરા, ખાગરિયા
- છત્તીસગઢ (7 લોકસભા બેઠકો): સુરગુજા, રાયગઢ, જાંજગીર-ચંપા, કોરબા, બિલાસપુર, દુર્ગ, રાયપુર.
- દાદરા અને નગર હવેલી (1 લોકસભા બેઠક): દાદરા અને નગર હવેલી
- દમણ અને દીવ (1 લોકસભા બેઠક): દમણ અને દીવ
- ગોવા (2 લોકસભા બેઠકો): ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા
- ગુજરાત (25 લોકસભા બેઠકો): કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, બારડોલી, નવસારી, વલસાડ
- કર્ણાટક (14 લોકસભા બેઠકો): ચિક્કોડી, બેલગામ, બાગલકોટ, બીજાપુર, ગુલબર્ગા, રાયચુર, બિદર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાડ, ઉત્તરા કન્નડ, દાવણગેરે, શિમોગા.
- મધ્ય પ્રદેશ (8 લોકસભા બેઠકો): મોરેના, ભીંડ, ગ્વાલિયર, ગુના, સાગર, વિદિશા, ભોપાલ, રાજગઢ.
- મહારાષ્ટ્ર (11 લોકસભા બેઠકો): બારામતી, રાયગઢ, ધારાશિવ, લાતુર (SC), સોલાપુર (SC), માધા, સાંગલી, રત્નાગીરી-સિંધુદુર્ગ, કોલ્હાપુર, હાથકનાંગલે.
- ઉત્તર પ્રદેશ (10 લોકસભા બેઠકો): સંભલ, હાથરસ, આગ્રા (SC), ફતેહપુર સીકરી, ફિરોઝાબાદ, મૈનપુરી, એટાહ, બદાઉન, અમલા, બરેલી.
- પશ્ચિમ બંગાળ (4 લોકસભા બેઠકો): માલદા ઉત્તર, માલદા દક્ષિણ, જંગીપુર, મુર્શિદાબાદ
પ્રથમ તબક્કામાં 102 બેઠક પર 69.3 ટકા અને બીજા તબક્કામાં 89 બેઠકો પર 64 ટકા વોટિંગ થયું હતું.