આજે PM મોદી આવશે ગુજરાત, માતા હીરાબા સાથે કરી શકે છે મુલાકાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Apr 2019 09:10 AM (IST)
પીએમ મોદી આજે રાત્રે આઠ વાગ્યા અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના છે.
ગાંધીનગરઃ આવતી કાલે લોકસભા માટેની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં ગુજરાત લોકસભાની 26 બેઠકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે આજે રાત્રે ગુજરાત આવી પહોંચશે. ત્યારે મોદી આજે રાતે અથવા આવતી કાલે સવારે મતદાન કરતાં પહેલા માતા હીરાબાના આશીર્વાદ લેવા જાય તેવી શક્યતા છે. પીએમ મોદી આજે રાત્રે આઠ વાગ્યા અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના છે. તેઓ આવતી કાલે સવારે 7 થી 7. 30 વાગે અમદાવાદના રાણીપ ખાતે આવેલા તેમના મતદાન મથક મતદાન કરશે.