નેતાઓ વોટ લેવા માટે ઘણી રીતે ચૂંટણી પ્રચાર કરતા હોય છે ત્યારે હાલ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં નતાઓનો પ્રચાર અને ચૂંટણી સભાઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવી જ એક સભામાં ભાજપના હાલના ધારાસભ્ય અને ધારસભ્ય પદના ઉમેદવારે ખુરશી પર ચડી ગયા હતા. ખુરશી પર ચડીને ઉમેદવારે કાન પકડીને ઉઠક-બેઠક પણ લગાવી હતી.
આ ચૂંટણી સભા સોનભદ્ર વિધાનસભા ચૂંટણીના સાતમા તબક્કામાં થનાર મતદાનને લઈને યોજાઈ હતી. આ સભામાં ભાજપના ઉમેદવાર હાલના રાબર્ટ્સગંજ વિધાનસભા સીટના ધારાસભ્ય ભૂપેશ ચૌબે ઉપસ્થિત હતા. વિધાનસભા વિસ્તારના આ ત્રિદેવ કાર્યકર્તા સમ્મેલનમાં પાછલા પાંચ વર્ષોમાં થયેલી ભૂલો માટે ધારાસભ્યએ ત્રિદેવોની માફી માંગવાનું કહેવમાં આવ્યું હતું.
ત્રિદેવ મતદારોના વોટ લેવા માટે હવે ધારાસભ્યએ માફી માંગવી જરુરી બની ગઈ હતી. તેથી માફી માંગવા માટે ભૂપેશ ચૌબે ખુરશી પર ચડી ગયા હતા. ખુરશી પર ચડીને ભૂપેશ ચૌબેએ ઉઠક-બેઠક પણ કરીને છેલ્લા પાંચ વર્ષોમાં થયેલી ભૂલોની માફી પણ માંગી હતી. પોતાના ધારાસભ્યની આ સ્થિતિ જોઈને સભામાં હાજર રહેલા મતદારોએ ધારાસભ્યને ચૂંટણી જીતાડવાનો ભરોસો આપીને હાથ ઉંચા કરીને સમર્થન આપ્યું હતું.
આજે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન:
આજે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ ચોથા તબક્કામાં 59 સીટો પર મતદારો પોતાના ધારાસભ્યને ચૂંટવા માટે મતાધિકારનો ઉપયોગ કરશે. આ 59 સીટોમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ, રાયબરેલી, પીલીભીત, લખીમપુર ખીરી, સીતાપુર, હરદોઈ, ઉન્નાવ જેવી મહત્વની સીટો પર મતદાન ચાલી રહ્યુ છે.