વિનેશ ફોગાટે હરિયાણાની જુલાના વિધાનસભા સીટ પરથી ચૂંટણી જીતી છે. હવે તે ધારાસભ્ય વિનેશ ફોગટ બની ગઈ છે. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં  રેસલિંગ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. તેમની જીત પર બજરંગ પુનિયાની પ્રતિક્રિયા આવી છે.


રેસલર વિનેશ ફોગટે વિધાનસભા ચૂંટણી જીતી લીધી છે. કોંગ્રેસે જુલાણાથી વિનેશને ટિકિટ આપી હતી. તેમણે ભાજપના યોગેશ કુમારને હરાવ્યા છે. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે ભાગ લીધો હતો. તે 50 કિગ્રા વર્ગની ફાઇનલમાં પહોંચી હતી. આખા દેશને આશા હતી કે ગોલ્ડ મેડલ આવશે. પરંતુ ફાઈનલ પહેલા વિનેશનું વજન 100 ગ્રામ વધુ હતું અને તેના કારણે તે ડિસક્વોલિફાઈ થઈ ગઈ હતી.         






બજરંગ પુનિયાએ જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા


પેરિસ ઓલિમ્પિક બાદ બજરંગ પુનિયા પણ વિનેશ ફોગાટ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. બજરંગે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. વિનેશની જીત બાદ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'દેશની દીકરી વિનેશ ફોગટને તેની જીત માટે ખૂબ ખૂબ અભિનંદન. આ લડાઈ માત્ર એક જુલાના બેઠક માટે નહોતી, માત્ર 3-4 વધુ ઉમેદવારો સાથે જ નહીં, માત્ર પક્ષો વચ્ચેની લડાઈ જ નહીં. આ લડાઈ દેશની સૌથી મજબૂત દમનકારી શક્તિઓ સામે હતી. અને આમાં વિનેશ વિજેતા બની હતી.