નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા વિવિધ ક્ષેત્રની ટોચની હસતીઓને મતદાન માટે અપીલ કરી હતી. જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો પણ સમાવેશ થતો હતો. મોદીની અપીલ છતાં કોહલી લોકસભા 2019માં તેનો વોટ નહીં આપી શકે.

વિરાટ કોહલી મુંબઈથી વોટિંગ કરવા ઇચ્છતો હતો. આ માટે તેણે ઓનલાઇન પ્રક્રિયા દ્વારા વોટ આપવા માટે અરજી કરી હતી. જોકે કોહલીએ અરજી કરી ત્યારે ઘણો વિલંબ થઇ ગયો હતો. 30 માર્ચ મતદાર યાદીમાં જેમનું નામ નહોતું તેવા વોટર માટે અરજી કરવાનો છેલ્લો દિવસ હતો. જોકે કોહલીએ 7 એપ્રિલના રોજ અરજી કરી હતી તેથી જ્યારે તેણે અરજી કરી ત્યારે ઘણો વિલંબ થઇ ગયો હતો.

ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, વિરાટ કોહલીની અરજી મળી ગઇ છે,પરંતુ ઘણા લાંબા સમયથી પેન્ડિંગ છે. તે વર્તમાન લોકસભામાં વોટિંગ નહીં કરી શકે. તેણે વિલંબથી અરજી કરી હતી તેથી અમે તેની અરજી અટકાવી રાખી છે. વિરાટ મુંબઈમાં તેના વર્લીમાં આવેલા નિવાસ સ્થાનેથી નામ મતદાર યાદીમાં ઉમેરાવવા માંગતો હતો.

વિરાટ કોહલીની ટીમે નામ વોટિંગ લિસ્ટમાં નોંધાવવા માટે ભરપૂર કોશિશ કરી હતી. ચૂંટણી પંચના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, તેમની ટીમે અનેક કોલ કર્યા અને નામ વોટર્સ લિસ્ટમાં ઉમેરાવવાની ઘણી કોશિશ કરી. પરંતુ અમે તેમને સમજાવી દીધા કે તેઓ સમયમર્યાદા ચૂકી ગયા છે. તેથી કોહલી 2019 લોકસભા ચૂંટણીમાં તેનો વોટ નહીં આપી શકે.

કપિલ શર્માએ મહિલા ક્રિકેટરને પૂછ્યું, મેદાનમાં જતા પહેલા મેકઅપ કરો છો ? મળ્યો આવો જવાબ

કોંગ્રેસ છોડી શિવસેનામાં સામેલ થતાં જ પ્રિયંકા ચતુર્વેદીને મળ્યું પ્રમોશન, મળ્યું આ પદ, જાણો વિગત

અર્જુન એવોર્ડ માટે BCCIએ બે ગુજરાતી સહિત 4 ક્રિકેટરના નામની કરી ભલામણ, જાણો વિગત

પાટણ જિલ્લામાં પાણી માટે પારાયણ, જિલ્લામાં ટેન્કર રાજ, જુઓ વીડિયો