2025 Oscar Awards:  અમેરિકાના લોસ એન્જલસમાં ૩ માર્ચે ભારતીય સમય મુજબ સવારે 5:30 વાગ્યે 97મા ઓસ્કાર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.  એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિસે બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ, બેસ્ટ અભિનેતા, બેસ્ટ એક્ટ્રેસ સહિત અનેક કેટેગરીમાં એવોર્ડ્સ જાહેર થયા હતા. હોલિવૂડ અભિનેતા કિરન કલ્કિનને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરમાં એવોર્ડ મળ્યો છે.






આ સમારોહમાં સીન બેકરે અત્યાર સુધી સૌથી વધુ ૩ ઓસ્કાર જીત્યા છે. તેમને ફિલ્મ 'અનોરા' માટે શ્રેષ્ઠ દિગ્દર્શક, એડિટિંગ અને ઓરિજનલ સ્ક્રીનપ્લે એવોર્ડ્સ મળ્યા હતા. સેરેમનીમાં 'ધ બ્રૂટલિસ્ટ' અને 'અનોરા'ને અત્યાર સુધીમાં 3 ઓસ્કાર મળ્યા છે. જ્યારે 'ડ્યુન પાર્ટ 2', 'વિકેડ' અને 'એમિલિયા પેરેઝ' જેવી ફિલ્મોએ 2-2 એવોર્ડ જીત્યા છે. ઉપરાંત આ વર્ષે ઓસ્કાર માટે નોમિનેટ થયેલી ભારતીય ફિલ્મ 'અનુજા' ઓસ્કાર ચૂકી ગઈ છે. આ ફિલ્મને ઓસ્કારમાં બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું.






'અનોરા'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. 'અનોરા' માટે આ ઓસ્કાર 2025નો પાંચમો એવોર્ડ છે. મેગ રયાન અને બિલી ક્રિસ્ટલે એવોર્ડ રજૂ કર્યો હતો.


ફિલ્મ 'ફ્લો' એ એકેડેમી એવોર્ડ્સના મંચ પર પણ પોતાનો જાદુ બતાવ્યો છે અને બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ શ્રેણીમાં એવોર્ડ જીત્યો છે. વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં જોઈ શકો છો.






ઓસ્કાર 2025 વિજેતાઓ


બેસ્ટ ફિલ્મ- અનોરા


બેસ્ટ એક્ટ્રેસ- મિકી મેડિસન


બેસ્ટ અભિનેતા - એડ્રિયન બ્રોડી (ધ બ્રુટલિસ્ટ)


બેસ્ટ ડિરેક્ટર  - સીન બેકર (અનોરા)


બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલિંગ - ધ સબસ્ટન્સ


બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે - કોન્ક્લેવ


બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - વિકેડ


બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ - આઈ એમ નોટ અ રોબોટ


બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ - આઈ એમ સ્ટિલ હીયર


બેસ્ટ સિનેમેટોગ્રાફી - ધ બ્રુટાલિસ્ટ


ઓરિજનલ સ્કોર - ધ બ્રુટાલિસ્ટ


ડોક્યૂમેન્ટરી ફીચર ફિલ્મ - નો અધર લેન્ડ


ડોક્યૂમેન્ટરી શોર્ટ ફિલ્મ – ધ ઓનલી ગર્લ ઇન ધ ઓર્કેસ્ટ્રા


બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ - ઝો સલ્ડાના (ફિલ્મ: એમિલિયા પેરેઝ)


બેસ્ટ ઓરિજનલ સોંગ- એલ માલ (ફિલ્મ: એમિલિયા પેરેઝ)


બેસ્ટ સપોટિંગ એક્ટર - કિરન કલ્કિન (ફિલ્મ: ધ રીયલ પેન)


બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ - ફ્લો


બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ - ઇન ધ શેડો ઓફ ધ સાઇપ્રસ


બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન - પોલ ટેઝવેલ (ફિલ્મ: વિકેટ)


બેસ્ટ સ્ક્રીનપ્લે- અનોરા સીન બેકર


બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે- પીટર સ્ટ્રોઘન (ફિલ્મ: કોન્ક્લેવ)


ફિલ્મ એડિટિંગ - અનોરા સીન બેકર


બેસ્ટ સાઉન્ડ - ડ્યુન: પાર્ટ-2


બેસ્ટ VFX - ડ્યુન: પાર્ટ-2