પ્રિયંકાનો આ વેડિંગ ડ્રેસ બનાવવામાં લાગ્યા હતા 3720 કલાક, 110 કારીગરોએ કર્યુ કામ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિક જોનાસે ક્રિમ કલરની સિલ્ક શેરવાની પહેરી છે. શેરવાનીને તેને હેન્ડ એમ્બ્રોઇડ ચિકન દુપટ્ટા સાથે પહેરી છે. ઉપરાંત તેણે મેચિંગની પાઘડી પણ પહેરી છે.
નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના હિન્દુ રીત રિવાજથી થયેલા લગ્નમાં કપલનો રોયલ લુક જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર બંનેના આઉટફીટની ઘણી ચર્ચા થઈ રહી છે. પ્રિયંકાએ સબ્યાસાચીએ ડિઝાઇન કરેલો લહેંગો પહેર્યો હતો.
પ્રિયંકાએ હિન્દુ રીત રિવાજ મુજબ કરેલા લગ્નમાં લાલ રંગનો લહેંગો પહેર્યો હતો. પ્રિયંકાએ તેના લુકને વધારે આકર્ષક બનાવવા માટે ગોલ્ડન ડાયમંડ જ્વેલરી પહેરી હતી.
સબ્યાસાચીએ આ અંગે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, પ્રિયંકાનો આ લહેંગો હેન્ડ એમ્બ્રોઇડ છે. લહેંગા પર રેડ ક્રિસ્ટલ દોરાથી કારીગરી કરવામાં આવી છે. તેને બનાવવામાં કોલકાતાના 110 કારીગરોએ કામ કર્યું છે. લહેંગો બનાવવામાં 3720 કલાક લાગ્યા છે. આ લહેંગો ઘણો યુનિક છે.
મંગળવારે દિલ્હીમાં યોજાયેલા પ્રિયંકા-નિક જોનાસના રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -