મુંબઈઃ એક્ટ્રેસ અને મોડલ ગેહના વશિષ્ઠ પર ગેંગરેપ અને ખોટા ઇરાદાથી બ્લેકમેલ કરવાનો આરોપ લાગ્યો છે. ગેહના વશિષ્ઠને ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલે એક વેબસાઈટ પર એડલ્ટ વીડિયો શૂટ કરવા અને અપલોડ કરવાના કથિત કેસમાં થોડા દિવસ પહેલા જ ધરપકડ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર પોલીસે હવે ગેહના વશિષ્ઠ અને અન્ય ત્રણ લોકો વિરૂદ્ધ રેપ, અશ્લીલ હરકતો કરવાનો કેસ નોંધ્યો છે.

મીડિયા અહેવાલ અનુસાર પોલીસે 24 વર્ષીય એક મોડલના આરોપ બાદ આ કેસ નોંધ્યો છે. મોડલને એક વીડિયો શૂટ કરવા દરમિયાન 3 પુરુષો સાથે અશ્લીલ કામ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગેહનાના વકીલે આ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું કે, એક્ટ્રેસે માત્ર અશ્લીલ વીડિોય શૂટ કર્યો છે.

કથિત રીતે 87 અશ્લીલ વીડિયો શૂટ કરવા માટે ગેહના વશિષ્ઠની ધરપકડ કરવામાં આવી હતી. આ વીડિયો તેણે પોતાની વેબસાઈટ પર અપલોડ કર્યા હતા. તેને જોવા માટે પેઈડ સબ્સક્રિપ્શનની જરૂરત પડે છે, જેનો ચાર્જ 2000 રૂપિયા રાખવામાં આવ્યો હતો. ઘટનાસ્થળેથી 6 મોબાઈલ ફોન, 1 લેપટોપ, કેમેરા અને સંબંધિત ઉપકરણ, મેમરી કાર્ડ વેગરે જપ્ત કરવામાં આવ્યા છે જેની કિંમત 5.68 લાખ રૂપિયા છે. આ આરોપીઓા ખાતામાંથી જમા 36.60 લાખ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો મિસ એશિયા બિકની વિજેતા ગેહના વશિષ્ઠને અલ્ટ બાલાજીની વેબ સીરીઝ ‘ગંદી બાદ’થી ઓળખવામાં આવે છે. તેણે કેટલીક હિંદી અને તેલુગુ ફિલ્મો અને એડમાં પણ કામ કર્યું છે.