બોલિવૂડમાં દિલીપ કુમારથી માંડીને સલમાન ખાન સુધી  સેલેબ્સના વકીલ રહી ચુકેલા અશોક સરાવગીની પત્ની  સુશાંત સિંહના નિધન પર ફિલ્મ બનાવી રહ્યી છે. નોંધનિય છે કે,  વકીલ અશોક સરાવગીએ સુશાંત કેસની તપાસ દરમિયાન સીબીઆઇ અને એનસીબીની મદદ કરી હતી. તેમણે આ કેસનો ઊંડાણથી અભ્યાસ કર્યો હોવાથી ફિલ્મ નિર્માણ માટે વકીલ સરાવણીની મદદ લેવાઇ રહી છે. આ ફિલ્મની વિશે એબીપી ન્યૂઝ સાથે વાત કરતા વકિલ અશોક સરાવગીએ જણાવ્યું કે, ‘ફિલ્મ મારી પત્ની બનાવી રહી છે. જો કે મેં આ કેસનું બહુ ઊંડાણ પૂર્વક સ્ટડી કર્યું હતું એટલે તેમને તથ્યો આપવામાં હું મદદ કરી રહ્યો છું’ તેમણે આ મુદે વાત કરતા જણાવ્યું હતું. કે.’ મેં આ કેસમાં એનસીબીના રોલને ઇન્ટ્રોડ્યૂસ કર્યો હતો’   આ તપાસ દરમિયાન બોલિવૂડનું ડ્રગ્સ કનેકશન પણ વકીલ અશોક સરાવગીએ ઉજાગર કર્યું હતું. સુશાંત સિંહ રાજપૂતના મોતના સાત મહિલા પહેલા વકીલ અશોક તેમને રૂબરૂ મળ્યા હતા. આ સમયેના અનુભવની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમની બોડી લેગ્વેજ ઠીક ન હતી. તેમણે જણાવ્યું હતું કે, જે એડ ફિલ્મ માટે ડીલ કરવા માટે મીટિગ હતી. તેઓ એ ડીલ પણ ન હતા કરી શક્યા. બોલિવૂડ વકીલ અશોકે આશંકા વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘જો હજુ આ કેસની સારી રીતે તપાસ થાય તો બની શકે કે. આ એક હત્યા હોય નહિ કે આત્મહત્યા’. ફિલ્મ નિર્માણ માટે મદદ કરી રહેલા વકીલ અશોક સરાવગીએ જણાવ્યું કે, આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતનો સંઘર્ષ અને ત્યારબાદ મળેલી સફળતાને કથાનકમાં વર્ણવવામાં આવી છે. આ સાથે ડ્રગ્સની આદત અને એક પછી એક ગર્લફ્રેન્ડનું તેમની જિંદગીમાં આવવું અને જવું સહિતની તમામ મહત્વની ઘટનાને ફિલ્મના કથાનકમાં વણી લેવાઇ છે.