આ તસવીરને કારણે એ આર રહેમાન થયા ટ્રોલ, દીકરીએ આપ્યો જડબાતોડ જવાબ
જોકે રહેમાનની આ તસવીરને લીધે લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. એક યુઝર્સે લખ્યું કે, જો ચહેરો બતાવવો નથી તો તેને તસવીરમાં સામેલ કેમ કરી? પિતા ટ્રોલ થતાં ખતીજાએ કહ્યું કે, તેમણે ક્યારેય મને બુર્ખો પહેરવા મજબૂર કરી નથી. હું બુર્ખો પહેરું છું એમાં મારા માતા-પિતાને કોઇ લેવા-દેવા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ સંગીતકાર એઆર રહેમાન સોશિયલ મીડિયા પર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેણે પોતાની દીકરીની તસવીર પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી. આ તસવીરમાં તેની ત્રણેય દીકરી નીતા અંબાણીની સાથે ઉભી છે. તેની દીકરી ખતીજા રહેમાન બુરખો પહેરીને જોવા મળી રહી છે અને બાકીની બે દીકરીઓએ બુરખો નથી પહેર્યો. આ ટ્વીટ પર રહેમાને લખ્યું કે, મારા પરિવારની અનમોલ મહિલાઓ ખતીજા, રહીમા અને સાયરા નીતા અંબાણી જીની સાથે. તેની સાથે જ તેણે હેશટેગ લખ્યું #freedomtochoose એટલે કે પસંદ કરવાની આઝાદી.
ખતીજાએ જ સોશિયલ મીડિયા પર જવાબ આપતાં લખ્યું કે, ‘મને બુરખામાં જોઈને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે મારા પિતા ડબલ સ્ટાન્ડર્ડ્સ રાખે છે અને પછાત માનસિકતા મારા પર થોંપી રહ્યા છે. એ લોકોને હું કહેવા માગું છું કે મારી લાઈફની તમામ પસંદગીઓ હું જ કરું છું અને મારાં માતાપિતા તેમાં કોઈ જ હસ્તક્ષેપ કરતાં નથી. બુરખો પહેરવો એ પણ મારી પોતાની જ પસંદગી હતી અને હું તે પૂરેપૂરાં આદર અને સ્વીકૃતિ સાથે જ પહેરું છું. હું એક પરિપક્વ પુખ્ત વ્યક્તિ છું અને મારી લાઈફમાં મારે શું પસંદ કરવું તેની મને બરાબર ખબર પડે છે. કોઈપણ વ્યક્તિએ પોતે શું પહેરવું અને શું ન પહેરવું તેની પસંદગી એણે પોતે જ કરવાની હોય. એટલે એક્ઝેક્ટ સિચ્યુએશન સમજ્યા વિના મહેરબાની કરીને કોઈ જજમેન્ટ પાસ કરશો નહીં.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -