Aamir Khan Divorce: આમિર ખાન અને કિરણ રાવન ડિવોર્સના સમાચાર સાંભળીને હર કોઇ સ્તબ્ધ છે. આ સાથે સૌ કોઇ એ જાણવા પણ ઉત્સુક છે કે, પુત્ર આઝાદની કસ્ટડી કોને મળશે. 15 વર્ષના લગ્નજીવન બાદ આમિર ખાન અને કિરણ રાવે છૂટાછેડાની જાહેરાત કરી છે. આમિર અને કિરણે એક સંયુક્ત નિવેદનમાં આ વાતની જાહેરાત કીર છે કે હવે બન્નેના રસ્તા અલગ થઈ રહ્યા છે. બન્ને હવે પોતાનું જીવન પતિ-પત્નીના બદલે અલગ અલગ જીવશે. આ સમાચાર ફેન્સ માટે ચોંકાવનારા છે.જો કે આ સાથે ફેન્સ એ પણ જાણવા માટે ઉત્સુક છે કે, પુત્ર આઝાદની કસ્ટડી કોને મળશે. 


આમિર ખાન અને કિરણ રાવનો એક દીકરો આઝાદ છે. આ સ્થિતિમાં ફેન્સ એ જાણવા ઇચ્છે છે કે, બાળકની કસ્ટડી કોની સાથે રહેશે. કિરણ અને આમિર ખાને એક જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરીને ડિવોર્સનો નિર્ણય કર્યો હતો. કિરણ અને આમિર ખાને આ જોઇન્ટ સ્ટેમેન્ટમાં બાળકની કસ્ટડીનો પણ ઉલ્લેખ કર્યો છે. 


આમિરખાન અને કિરણના લગ્ન જીવનને 15 વર્ષ થયા. તેમણે કહ્યું હતું કે, અમે જુદા થઇ રહ્યાં છીએ પરંતુ અમારા પ્રોફેશનલ સંબંધ યથાવત રહેશે,ઉપરાંત અમે બાળકનું પાલનપોષણ પણ મળીને જ કરીશું.,  આમિર અને કિરણના આ નિવેદનથી એ વાત સ્પષ્ટ થાય છે કે, બંને જોઇન્ટ કસ્ટડીના સમર્થનમાં છે. 


આમિર ખાન અને કિરણ રાવે પોતાના નિવેદનમાં લખ્યું, ‘આ 15 સુંદર વર્ષોમાં અમે એક સાથે જીવનભરનો અનુભવ, આનંદ અ ખુશી શેર કર્યા છે. મારા સંબંધ માત્ર વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં વધ્યો છે. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા માગીએ છીએ. પતિ-પત્ની તરીકે નહીં, પરંતુ સહ-માતા-પિતા અને પરિવાર તરીકે. અમે કેટલાક સમય પહેલા અલગ થવાનો પ્લાન શરૂ કર્યો હતો. હવે આ વ્યવસ્થાને ઔપચારિક રૂપ આપવામાં સહજ અનુભવીએ છીએ.’


28 ડિસેમ્બર 2005માં કિરણ અને આમિરે લગ્ન કરી લીધા. 2011માં સરોગેસીની મદદથી બંને દીકરા આઝાદનું સ્વાગત કર્યું.  15 વર્ષના લગ્નજીવનમાં કિરણ અને આમિરે અને ચઢાવ ઉતાર જોયા અને અનેક વસ્તુનો મળીને સામનો પણ કર્યો હતો. આ પાવર કપલના જુદા થવાથી તેના ફેન્સને ખૂબ મોટું આશ્ચર્ય થયું છે. 


આમિરખાને એક સ્ટેટમેન્ટ જાહેર કરતા લખ્યું છે કે, "અમારી સંબંધ અને અમારા આ સ્ટેપમાં નિરંતર સમર્થન  અને સમજ  માટે  આપણા પરિવાર અને દોસ્તોને ખૂબ ખૂબ ધન્યવાદ જેને વિના અમે આ પગલું ભરવામાં એટલું સુરક્ષિત મહેસૂસ ન કરત ઉપરાંત અમને શુભચિંતકોથી અપેક્ષા છે કે, તેમની શુભકામમના અમારી સાથે રહેશે, આશા રાખીએ કે આ તલાકને આપ અંત નહી પરંતુ એક નવા સફરની શરૂઆતની રીતે જોશો."