મુંબઈ: 1990મા આવેલી ફિલ્મ 'આશિકી'માં કામ કરી એક્ટર રાહુલ રોય રાતો રાત સ્ટાર બની ગયો હતો. ફિલ્મ આશિકી બાદ રાહુલ બોલિવુડથી ગાયબ થઈ ગયો હતો. હવે જાણકારી મળી છે કે રાહુલ રોય ફરીવાર બોલિવુડમાં કમબેક કરી રહ્યો છે. રાહુલે તેની આગામી ફિલ્મની શૂટિંગ શરૂ કરી છે. ડાયરેક્ટર કનુ બહલની ફિલ્મ આગરાથી રાહુલ પોતાનું કમબેક કરવા જઈ રહ્યો છે. બોલીવુડ ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે આગરાના એક સેટથી એક ફોટો ટ્વિટર પર શેર કરતા આ અંગે જાણકારી આપી હતી. તરણે ટ્વિટ કર્યું હતું કે આશિકી સ્ટાર રાહુલ રોય, દિગ્દર્શક કાનૂ બહેલની નવી ફિલ્મ આગ્રા સાથે પોતાનુ કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મની શૂટીંગ આગ્રામાં કરવામાં આવશે. ફિલ્મ 2020મા રજૂ થશે.