(Source: ECI/ABP News/ABP Majha)
Achani Ravi Passes Away: પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર અચની રવિનું અવસાન, 90 વર્ષની ઉંમરે પોતાના ઘરે લીધા અંતિમ શ્વાસ
Achani Ravi Passes Away: પ્રખ્યાત મલયાલમ ફિલ્મ નિર્માતા અચની રવિનું 90 વર્ષની વયે નિધન થયું છે. તેમણે કોલ્લમ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા.
Achani Ravi Passes Away: પ્રખ્યાત મલયાલમ ફિલ્મ નિર્માતા અને ઉદ્યોગપતિ અચાની રવિ એટલે કે રવિન્દ્રનાથ નાયરનું શનિવારે અવસાન થયું. 90 વર્ષની ઉંમરે તેમણે કોલ્લમ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. અંતિમ સંસ્કાર તેમના વતનમાં જ કરવામાં આવશે. તેમના પરિવારમાં તેમના બાળકો પ્રતાપ નાયર, પ્રકાશ નાયર અને પ્રીતા નાયર છે. અહેવાલો અનુસાર તેમની પત્ની ઉષા રાનીનું 2013માં નિધન થયું હતું. તે એક પ્રખ્યાત ગાયિકા હતી.
#AchaniRavi, yesteryear producer of new wave #Malayalam films, no more
— South First (@TheSouthfirst) July 9, 2023
The film 'Achani', released in 1973, gave him the name Achani Ravi. It ran for 50 days in theatres and grossed ₹14 lakh.https://t.co/4X7ieYPvsV
પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર અચની રવિનું અવસાન
અચની રવિએ ફિલ્મ ઉદ્યોગમાં નિર્માતા તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને 1970થી 1980ના દાયકા દરમિયાન જનરલ પિક્ચર્સ નામના બેનરની સ્થાપના કરી. તેના બેનરમાં તેણે મલયાલમમાં ઘણી પ્રખ્યાત ફિલ્મો બનાવી. 1973માં રીલિઝ થયેલી તેમની ફિલ્મ અચાની પરથી તેમને અચાની ઉપનામ આપવામાં આવ્યું હતું.
અચની રવિની કારકિર્દી
અચની રવિની કારકિર્દીની બીજી સૌથી મોટી ઉપલબ્ધિ એ હતી કે તેમની ફિલ્મ થમ્પુ તાજેતરમાં 2022માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. તે દિવંગત ફિલ્મ નિર્માતા જી. અરવિંદન દ્વારા દિગ્દર્શિત અને અચની રવિ દ્વારા નિર્મિત કરવામાં આવી હતી.
અચની રવિની લોકપ્રિય ફિલ્મો
તેમની કેટલીક લોકપ્રિય ફિલ્મો કંચના સીતા, થમ્પુ, કુમત્તી, એસ્થપ્પન, પોક્કુવાયિલ, એલિપથયમ, મંજુ, મુખામુખમ, અનંતરામ અને વિધ્યાન છે. તેમની શાનદાર કારકિર્દીમાં તેમને તેમની ફિલ્મો માટે 20 રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં તેમના યોગદાન માટે તેમને જેસી ડેનિયલ એવોર્ડ અને કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો.
When Ravi mamman (Achani Ravi), the producer and prominent businessman who brought Malayalam cinema to national fame, passes away,Kerala business and Malayalam cinema will lose one of the greatest ..
— Rajmohan Pillai (@rajmohanpillai) July 8, 2023
Will miss him ...
#business #art #like #money #film #filmmakers #artgallery pic.twitter.com/mcqpFEhCxn
અચની રવિનો પરિવાર
અચની રવિનો જન્મ કોલ્લમમાં એક શ્રીમંત વેપારી પરિવારમાં થયો હતો અને તેમણે તેના પિતાનો કાજુનો વ્યવસાય સંભાળ્યો હતો. તેમનો વ્યવસાય વિજયલક્ષ્મી કાજુ કેરળમાં શ્રેષ્ઠ અને ઉચ્ચ ગુણવત્તાવાળા કાજુ ઉદ્યોગ તરીકે ઓળખાય છે. પ્રોડ્યુસર અને બિઝનેસમેન હોવા ઉપરાંત તેઓ એક સામાજિક કાર્યકર પણ હતા. તેમણે કોલ્લમમાં એક સાર્વજનિક પુસ્તકાલય બનાવ્યું હતું અને તેના સચિવ પણ હતા.