સારાએ હાલમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર પર જિમ વર્કઆઉટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સારા ટ્રેનર સાથે એક્સરસાઈઝ કરતી જોવા મળે છે. સારાનો આ વર્ક આઉટ વીડિયો ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે. સારાના વીડિયો પર ખૂબ લાઈક્સ અને કોમેન્ટ આવી રહી છે. આ પહેલા પણ સારા પોતાના ઈન્સ્ટાગ્રામ પર જિમ વર્કઆઉટના વીડિયો શેર કરી ચૂકી છે.
સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. સારા પોતાની આગામી ફિલ્મ લવ આજ કલમાં કાર્તિક આર્યન સાથે જોવા મળશે. સારા અલી ખાન અભિનેતા વરૂણ ધવન સાથે ફિલ્મ કુલી નંબર વનમાં પણ કામ કરી રહી છે.