ઈરા સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે અને હાલમાં તેણે બિકીનીમાં તસવીરો શેર કરી છે. પોતાની આ તસવીરોને કારણે ઈરા આકર્ષણનું કેન્દ્ર બની છે. આમિર ભલે મોટો અભિનેતા હોય પણ તેની પુત્રીને એક્ટિંગ કરતા મ્યુઝિકમાં કરિયર બનાવવામાં રસ છે. આ કારણે તે મ્યુઝિકમાં ક્રિએટીવ, પ્રોડક્શન અને મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માગે છે.
હાલમાં સોશિયલ મીડિયામાં ઈરાના એક ચાહકે સવાલ કર્યો હતો કે, શું તે કોઈને ડેટ કરી રહી છે? ત્યારે ઈરાએ જવાબ આપતી વખતે તેના બોયફ્રેન્ડ મિશાલ કૃપલાનીની તસવીર શેર કરી છે અને એમાં મિશાલને ટેગ પણ કર્યો છે. આમ, તેણે ખુલ્લેઆમ પોતાના પ્રેમપ્રકરણની જાહેરાત કરી દીધી છે તેવું લાગી રહ્યું છે.