મુંબઇઃ બૉલીવુડમાં એક વર્ષમાં સૌથી વધુ ફિલ્મો કરનારા અક્ષય કુમાર (Akshay Kumar) આજકાલ પોતાની આગામી ફિલ્મને લઇને ચર્ચામાં છે, તે બહુ જલદી રિલિઝ થનારી પોતાની ફિલ્મ બેલ બૉટમ (Bell Bottom)ને લઇને હંમેશા ચર્ચામાં રહ્યો છે. કોરોનાના કારણે હુજ કેટલાય રાજ્યોમાં સિનેમાંઘરો ખુલ્યો નથી. પરંતુ આ બધાની વચ્ચે જે રાજ્યોમાં ખુલી રહ્યાં છે. અક્ષય કુમાર બેલ બૉટમ પહેલી ફિલ્મ છે, જે આ કોરોના કાળ દરમિયાન થિએટર્સમાં રિલીઝ થવા જઇ રહી છે. જોકે, રિલીઝ થયા પહેલા જ્યાં એક્ટર દબાણ અનુભવી રહ્યાં છે. વળી આ વાતનો પુરો ભરોસો છે કે દર્શકો સિનેમાઘરોમાં પાછા આવવા તૈયાર છે.
અક્ષય કુમારે (Akshay Kumar) તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મની રિલીઝ થવા, મહામારીની વચ્ચે શૂટિંગ અને કેટલીય ફિલ્મો કરતા રહેવાની પોતાની પ્રેરણા વિશે ખુલીને વાત કરી. અક્ષયે કહ્યું કે, બે વર્ષ થઇ ગયા છે, આપણે સિનેમાઘરોમાં કંઇ જ નવુ નથી જોયુ, પરંતુ હવે સમય આવી ગયો છે કે લોકો ફિલ્મો દેખવા આવે પરંતુ જરૂરી છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રૉટોકોલનુ ધ્યાન રાખે.
અક્ષય કુમારે કહ્યું- અમે આશા રાખીએ છીએ કે ફરીથી થિએટર્સમાં તાળા ના વાગે. પોતાની ફિલ્મની રિલીઝ પર તેને કહ્યું આ એક જુગાર છે, જે અમે રમ્યો છે, ક્યાંયથી ને ક્યાંયથી ને કોઇએ તો શરૂઆત કરવાની જ હતી.
જ્યારે ઇન્ટરવ્યૂમાં શૂટિંગને લઇને સવાલ કરાયો તો, અક્ષયે બહુ જ સરસ જવાબ આપ્યો. તમે મહામારી દરમિયાન પણ કેટલીય ફિલ્મોનુ શૂટિંગ કરી રહ્યાં છે, શું તમને ચિંતા થાય છે? આ સવાલના જવાબમાં તેને કહ્યું મારી નોકરી કોઇ બીજી નોકરી કરતા સૌથી વધુ જોખમવાળી અને ખતરનાક છે. હું તે 10 લોકોની સામે પોતાનુ માસ્કની સાથે શૂટ નથી કરી શકતો, જે તમામ ડાયલૉગ આપી રહ્યો છે, પરંતુ અમારે કામ કરવાનુ છે. અક્ષય કુમારે હંસતા હંસતા કહ્યું - ક્યારેય ડાયલૉગ બોલતા બોલતા થૂંક પણ આમ તેમ પડી જાય છે, અમે પુરેપુરુ બધુ બંધ નથી કરી શકતા. હું જાણુ છું કે આ ડર વિના નથી.
અક્ષય કુમારે આગળ કહ્યું દોઢ વર્ષ સુધી હું જીવત રહેવા માટે બહુજ ભાગ્યશાળી હતો અને પછી મને કોરોના થઇ ગયો. તેને આગળ કહ્યું- મારા માટે ઘરે બેસવુ આસાન છે પરંતુ મજૂરોનુ શું? તેમને પણ કામની દરકાર છે. અમે ભાગ્યશાળી રહ્યાં કે બેલ બૉટમના આખી શૂટિંગ દરમિયાન કોઇ કલાકાર કે ક્રૂ મેમ્બરને કોરોના ના થયો.