મુંબઇઃ બૉલીવુડનો હીરો અરબાઝ ખાન આજકાલ પોતાની યુવા હૉટ ગર્લફ્રેન્ડના કારણે ખુબ ચર્ચામાં છે. તેની ગર્લફ્રેન્ડની નામ છે જૉર્જિયા એન્ડ્રિયાની. જૉર્જિયા એન્ડ્રિયાની સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ખાસ વાત છે કે, જૉર્જિયા એન્ડ્રિયાની એક વિદેશી મૉડલ છે અને સાથે સાથે સારી એક્ટ્રેસ પણ છે, જ્યારે અરબાઝ ખાન હાલમાં 
ડાયરેક્ટર અને એક્ટર તરીકે બન્ને કામ કરી રહ્યો છે.


જૉર્જિયા એન્ડ્રિયાનીએ શેર કર્યા પેન્ટ પહેર્યા વિનાના ફોટોઝ- 
જૉર્જિયા એન્ડ્રિયાની હાલમાં જે તસવીર શેર કરી છે, તેમાં જોઇ શકાય છે કે જૉર્જિયા એન્ડ્રિયાની એકદમ હૉટ લાગી રહી છે, તેને ડેનિમ જેકેટ પહેરેલુ છે, અને તેની નીચે પેન્ટ પહેર્યું નથી. એટલુ જ નહીં તે સ્પોર્ટ્સ કાર સાથે એકદમ બૉલ્ડ પોઝ આપતી દેખાઇ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ સુપર હોટ લાગી રહી છે. મૉડલની તસવીરોથી ઇન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે.   




ખાસ વાત છે કે અરબાઝ ખાન હાલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે અને તે એક્ટિંગની સાથે સાથે ફિલ્મોનુ ડાયેરેક્શન પણ કરી રહ્યો છે. અરબાઝની ઉંમર 52 વર્ષની છે જ્યારે તેની યુવા ગર્લફ્રેન્ડની ઉંમર માત્ર 30 વર્ષની જ છે. ઉલ્લેખનીય છે કે અરબાઝ ખાન આ પહેલા એક્ટ્રેસ મલાઇકા અરોડાને છુટાછેડા આપી ચૂક્યો છે.


તસવીરો પર આવી જબરદસ્ત કૉમેન્ટ્સ- 
જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો આ બોલ્ડ ફોટો જોરદાર લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે. કોમેન્ટ સેક્શનમાં ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું, OMG Fire. બીજાએ લખ્યું, મર્યાદા કરતાં વધુ ગરમ. સાથે જ અન્ય યુઝર્સે ફાયર ઈમોજીનો વરસાદ કર્યો છે. કોઈ તેની બોલ્ડનેસના વખાણ કરી રહ્યું છે તો કોઈની નજર તેની સુંદરતા પર ટકેલી છે.