મુંબઈ:  દેશમાં કોરોના સંક્રમણના (Corona) કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી આ વાયરસની ઝપેટમાં અનેક બોલિવૂડ સેલેબ્સ (Bollywood celebs)  આવી ચૂક્યા છે. ત્યારે હવે વધુ એક બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા ગોવિંદા (Govinda) કોરોના પોઝિટિવ આવ્યા છે.  ગોવિંદાનો કોરોનાન સામાન્ય લક્ષણો છે.  આ પહેલા અક્ષય કુમાર (Akshay Kumar) કોરોના પોઝિટિવ આવ્યો હતો.

  



ગોવિંદા (Govinda) એ IANS સાથે વાત કરતી વખતે જણાવ્યું કે, તેમનો COVID-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે કહ્યું હતું કે,  હાલમાં હોમ ક્વોરન્ટાઈનમાં  છે. ‘કૂલી નંબર 1’ અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે, તેઓ ડોક્ટોરની સલાહ હેઠળ સારવાર અને તમામ જરૂરી સાવચેતી પગલાં લઈ રહ્યા છે. 


ગોવિંદાએ આઈએએનએસને (IANS)ને વધુમાં જણાવ્યું હતું કે, “ હું કોરોનાવાયરસને દૂર રાખવા માટે તમામ જરૂરી સાવચેતી રાખી રહ્યો છું. જો કે, હળવા લક્ષણોના પગલે મેં આજે કોરોના ટેસ્ટ કરાવ્યું હતું જે પોઝિટિવ આવ્યો છું. ઘરે અન્ય તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.  સુનિતા (પત્ની) થોડા અઠવાડિયા પહેલા જ કોવિડ -19 માંથી સ્વસ્થ થઈ છે. ”



કોરોના પોઝિટિવ  (Corona Positive) આવતા ગોવિંદાએ અપીલ કરી છે કે, તેના સંપર્કમાં આવેલા તમામ લોકો ટેસ્ટ કરાવે અને પોતાની સાવચેતી રાખે. 


આ પહેલા અક્ષય કુમાર (Akshay Kumar) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અક્ષય કુમારે ટ્વિટ કરીને સંક્રમિત હોવાની જાણકારી આપી હતી. અક્ષય કુમારે કહ્યું હતું કે, ‘આપ સૌને જાણકાર આપવા માંગુ છું કે, આજે સવારે મારો કોવિડ -19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બધા જ પ્રોટોકોલનું પાલન કરતા મેં ખુદને આઇસલેટ કરી દીધી છે. હું ઘરમાં ક્વોરોન્ટાઇન છું અને બધી જ જરૂરી મેડિકલ કેર લઇ રહ્યો છું. આપમાંથી કોઇ મારા સંપર્કમાં આવ્યા હો તો ઝડપથી ટેસ્ટ કરાવી લેવો, હું બહુ ઝડપથી રિકવર થઇને બહાર આવીશ”


 


આ પહેલા રણબીર કપૂર, આમિર ખાન, સતિશ કૌશિક,. સંજય ભણશાલી, અમિતાભ બચ્ચન. કાર્તિક આર્યન સહિતના કેટલાક સેબેલ્સ સંક્રમિત થઇ ચૂક્યાં છે.