પત્નીની ફરિયાદ બાદ અનુભવ મોહંતી વિરૂદ્ધ ઘરેલુ હિંસાઓના મહિલાઓના સંરક્ષણ અધિનિયમ, 2005 અંતર્ગત કલમ 12 અંતર્ગત કેસ નોંધાયો છે.
વર્ષા પ્રિયદર્શિનીએ ફરિયાદમાં સાંસદ પર પર કથિત રીતે મારપીટ અને જાતીય શોષણો આરોપ લગાવ્યો છે. જાણકારી અનુસાર આ મામલે હવે કોર્ટમાં 7 સપ્ટેમ્બરે સુનાવણી થશે. અનુભવ મોહંતી હાલમાં પોતોના લોકસભા ક્ષેત્ર કેન્દ્રપાડાના પ્રવાસ પર્ છે.
નોંધનીય છે કે આ પહેલા જુલાઈ 2020માં જ અનુભવે પટિયાલા કોર્ટ, દિલ્હીમાં છૂટાછેડાની અરજી કરી હતી જેની જાણકારી હવે સામે આવી છે.
અનુભવે જમાવ્યું કે, હું વર્ષાને ખૂબ જ પ્રેમ કરું છું અને તની સાથે લગ્ન કર્યા છે. હું સફળ મહિલા તરીકે વર્ષાનું ખૂબ જ સન્માન કરું છે. મારા લગ્ન લાંબા સમયથી ખાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. મેં મારી રીતે ગણી સમજાવાવનો પ્રયત્ન કર્યો પરંતુ હું બધું આશા પ્રમાણે ન રહ્યું.
બન્નેએ 2014માં ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા. પોતાની અરજીમાં અનુભવે આરોપ લગાવ્યો કે પત્ની શારીરિક સંબંધ બાંદવાની અને સ્વાભાવિક દાંપત્ય જીવનની મંજૂરી આપતી ન હતી અને વર્ષાની સાથે શારીરિક સંબંધ બાંધવાના અનેક પ્રયત્ન કરવા છતાં નિરાશા મળી હતી. અનુભવે અરજીમાં કહ્યું છે. લગ્નની પ્રથમ રાતે જ પત્નીએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તેને શારીરિક સંબંધ માટે કમ્ફર્ટેબલ થવા માટે 3-4 મહિનાનો સમય જોશે.
તેણે એ પણ આરોપ લગાવ્યો કે વર્ષ 2016થી તેના પર સહ કલાકારો સાથે અફેર્સના ખોટા આરોપ લગવતી રહી છે. જ્યારે બીજી બાજુ વર્ષાએ પોતાની અર્જીમાં અનુભવ પર માતા બનવાના અધિકારોથી વંચિત રાખવાનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસે આરોપ લગાવ્યો ખે અનુભવ દારૂડીયો છે અને તેના અનેક મહિલાઓ સાથે સંબંધ છે.