નવાઝુદ્દીન હાલમાં કાનપુરમાં તેની આગામી ફિલ્મ રાત અકેલીનું શુટિંગ કરી રહ્યો છે. આ શૂટિંગ દરમિયાન નવાઝ કોઈ પણ જાતની સિક્યૂરિટી વગર ફરી રહ્યો હતો. નવાઝ જ્યારે પોતાની કાર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન સેલ્ફી લેવાના ચક્કરમાં એક ફેન્સે તેને ગળાના ભાગેથી પકડી લીધો હતો. બાદમાં નવાઝના બોડીગાર્ડ ફેન્સને ત્યાંથી દૂર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિાયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાંચો: બોલીવુડની આ એક્ટ્રેસ લડી શકે છે લોકસભા ચૂંટણી, જાણો ક્યાંથી નોંધાવી શકે છે ઉમેદવારી
નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ફિલ્મ રાત અકેલીમાં જોવા મળશે. આ ફિલ્મનુ નિર્દેશન હની ત્રેહાને કર્યું છે. આ ફિલ્મમાં નવાઝ ઉત્તરપ્રદેશના પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.