Kirron Kher Covid 19: ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું  છે. દિવસેને દિવસે કોરોના પોઝિટિવના આંક વધી રહ્યા છે. ત્યારે તેની શરૂઆત થતાં જ બોલિવૂડ સ્ટાર્સ તેની ઝપેટમાં આવવા લાગ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ કિરણ ખેરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. અને તેણે જલ્દી જ તેના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. કોરોના એક વાર ફરી વિસ્ફોટ કરવાની ફિરાકમાં હોય તેવું વધતાં આંક દર્શાવે છે. કિરણ ખેરે ટ્વિટર પર આ વિશે માહિતી આપતા લખ્યું કે મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એટલા માટે મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને અપીલ છે કે તેઓ વહેલી તકે પોતાનો રિપોર્ટ કરાવી લે. ફરી કોરોનાના આંક વધતાં લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


કિરણ ખેરને અગાઉ થયું હતું કેન્સર


2021માં કિરણ ખેરને મલ્ટિપલ માયલોમા (બ્લડ કેન્સરનો એક પ્રકાર) હોવાનું નિદાન થયું હતું. આ સમાચાર તેના પતિ અને અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર જાહેર કર્યા હતા. એક બીમારીની સારવાર દરમિયાન પડદાથી એક વર્ષ દૂર રહ્યા બાદતેણે ગયા વર્ષે રિયાલિટી શો 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'માં જજ તરીકે પુનરાગમન કર્યું હતું.




કિરોણ ખેર મૂવીઝ


કિરણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો છે. કિરણે બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી છે. તેમણે 'દેવદાસ', 'રંગ દે બસંતી', 'હમ તુમદોસ્તાના', 'મૈં હું નાજેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે લોકપ્રિયતા મેળવી હતી.






અનુપમ ખેર સાથે કિરણ ખેરે કર્યા લગ્ન


તેણે 1985માં અભિનેતા અનુપમ ખેર સાથે લગ્ન કર્યા હતા. તેણીએ અગાઉ ગૌતમ બેરી સાથે લગ્ન કર્યા હતા અને 1981માં એક પુત્ર સિકંદર ખેરનો જન્મ થયો હતો. આ દરમિયાન વર્ક ફ્રન્ટ પરઅનુપમ 'ધ વેક્સીન વોરઅને 'ઇમર્જન્સી'માં જોવા મળશે. કિરણ ભારતના શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે.