મુંબઇઃ સાઉથ સુપરસ્ટાર પ્રભાસ હાલ પોતાની ફિલ્મ સાહોના પ્રમૉશનમા બિઝી છે, ત્યારે તેના લગ્નની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. બાહુબલી સ્ટાર પ્રભાસનું નામ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથે ચર્ચાઇ રહ્યું છે, એક રિપોર્ટ પ્રમાણે બન્ને લગ્ન પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, એક્ટર પ્રભાસ અને એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીની છેલ્લા કેટલાય સમયથી રિલેશનશીપને લઇને અફવાઓ પણ ઉડી હતી.

રિપોર્ટ પ્રમાણે સુપરહિટ ફિલ્મ બાહુબલીના સેટ પર બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. બાદમાં બન્ને વચ્ચે અફેરની ચર્ચાઓ પણ થઇ હવે લગ્ન સુધીની અફવાઓ માર્કેટમાં ઉડી રહી છે. જોકે આ અંગે કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યુ નથી.



એક તામિલ વેબસાઇટે એક્ટર પ્રભાસને આ લગ્ન અંગે સવાલ પુછ્યો ત્યારે પ્રભાસે જવાબ આપતા કહ્યુ હતુ કે, જ્યારે લગ્ન થવાના હશે ત્યારે થશે.



ઉલ્લેખનીય છે કે એક્ટર પ્રભાસની અપકમિંગ ફિલ્મ 'સાહો' આગામી 30 ઓગસ્ટે રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં પ્રભાસની સાથે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર લીડ રૉલમાં છે.