બોલિવૂડ:સવિતા બજાજની આર્થિક સ્થિતિ વિશે જ્યારે તેના કોસ્ટાર રહેલા સચિન પિલગાંવકર સાથે વાત કરવામાં આવી તો તેમનું કહેવું હતું કે, જિંદગીમાં સેવિગ્સ ખૂબ જ જરૂરી છે. લોકો સેવિગ્સ કેમ નહીં કરતા હોય
ફિલ્મ નદિયા કે પારની લીડ હિરોઇન સવિતા બજાજે તાજેતરમાં જ તેમની જિંદગી સાથે જોડાયેલા કેટલીક વાતોને શેર કરી હતી. આ એક્ટ્રેસની આર્થિક સ્થિતિ બિલકુલ સારી નથી. આ અદાકારાની આજે આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે, તેમની પાસે બીમારીનો ઇલાજ કરાવવાના પણ પૈસા નથી. આ મામલે તેમના કો સ્ટાર રહી ચૂકેલા સચિન પિલગાંવકર પોતાની પ્રતિક્રિયા આપી છે. સચિન પિલગાંવકરે કહ્યું કે, મારે માનવું છે કે, સેવિગ્સ ખૂબ જ જરૂરી છે. જિંદગીમાં દરેક લોકોએ સેવિગ્સ કરવું જોઇએ.
ફિલ્મ નદિયા કે પાર 1982માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મના હિરો હતા સચિન પિલગાંવકર અને તેની હિરોઇન હતી. ફિલ્મમાં તેની જોડીને ખૂબ જ પસંદ કરવામા આવી હતી. આ ફિલ્મ બાદ પણ સવિતા બજાજે ખૂબ કામ કર્યું અને ખૂબ પૈસા પણ કમાયા. જો કે તેમની બધી જ જમા પૂજી ખતમ થઇ ગઇ તો તે એક એક પેસા માટે આજે મોહતાજ થઇ ગઇ છે. આ મુદ્દે જ્યારે તેમના એક સમયે કો સ્ટાર રહેલા સચિન પિલગાંવકરને વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, સેવિગ્સ ખૂબ જરૂરી છે કારણ કે સમયનો કોઇ ભરોસો નથી. સમય એક સમાન નથી રહતો. ખરાબ સમયમાં સેવિગ્સ જ રાહતરૂપ બને છે. જે ખરાબ સમયમાં કામ આવે છે.
આપને જણાવી દઇએ કે સવિતા બજાજે થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેમણે તેમની પરિસ્થિતિ શેર કરતા કહ્યું હતું કે, તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે કારણ કે તેમની બધી જ જમા પૂજી ખતમ થઇ ગઇ છે. તેમણે કહ્યું કે,. CINTAAથી મદદ મળી છે પરંતુ તેને ઇલાજ માટે વધુ પૈસાની જરૂર છે.આ પહેલા શગુફ્તા અલીએ પણ આ પ્રકારની મદદ માંગી હતી. શગુફ્તા એક બેસ્ટ આર્ટિસ્ટ છે. જે નાના પડદાથી માંડીને મોટા પડદા સુધી ખૂબ કામ કરી ચૂકી છે. જો કે આજે તેની પણ આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે.