મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આપઘાત કરી લેતાં ખળભળાટ મચ્યો છે. રાજપૂતે પોતાના ફ્લેટના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લધો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક ધોની અને તાજેતરમાં આવેલી છિછોરે સહિતની ફિલ્મોમાં કામ કરનારા રાજપૂતની ગણના બોલીવુડના સફળ અભિનેતાઓમાં થતી હતી. રાજપૂત ટીવી સીરિયલમાંથી ફિલ્મોમાં આવ્યો હતો અને પોતાની ઓળખ બનાવી હતી.
સુશાંત સિંહની ‘ડ્રાઈવ’ ફિલ્મ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં અભિનેતા તરીકે સુશાંત સિંહ અને અભિનેત્રી તરીકે જેકલિન ફર્નાડિઝ જોવા મળ્યા હતાં. આ ફિલ્મને વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રીલિઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ 1 નવેમ્બર 2019માં રીલિઝ કરવામાં આવી હતી.
ડ્રાઈવ ફિલ્મને કરણે પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શનમાં બનાવવામાં આવી છે. ડ્રાઈવ ફિલ્મનો તરૂણ મનસુખાનીએ ડાયરેક્ટ કરી હતી. ફિલ્મમાં જેક્લીન અને સુશાંત સિવાય પકંજ ત્રિપાઠી, વિભા છિબ્બર, સપના પબ્બી અને વિક્રમજીત વિર્કે મુખ્ય ભૂમિતા નિભાવી હતી.
સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ નેટફ્લિક્સ પર થઈ હતી રીલિઝ? જાણો કઈ હતી આ ફિલ્મ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jun 2020 03:24 PM (IST)
હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આપઘાત કરી લેતાં ખળભળાટ મચ્યો છે. રાજપૂતે પોતાના ફ્લેટના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લધો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -