મુંબઇઃ દેશભરમાં કોરોના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ફરી એકવાર દેશમાં કોરોનાએ માથુ ઉંચક્યુ છે, અને કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણ ફરીથી ઝડપથી વધી રહ્યું છે. સામાન્ય જનતાથી લઇને હવે ફિલ્મ જગતના સ્ટાર પણ આ મહામારીનો સતત શિકાર થવા લાગ્યા છે. સ્ટાર એક્ટ્રેસ આલિયા ભટ્ટ (alia bhatt) પણ કોરોનાથી સંક્રમિત (tested corona positive) થઇ ગઇ છે અભિનેત્રી આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ દ્વારા ખુદને કોરોના પૉઝિટીવ હોવાની જાણકારી આપી છે. આલિયાએ કહ્યું- તેને ખુદને ક્વૉરન્ટાઇન કરી લીધી છે, અને ડૉક્ટર દ્વારા બતાવવામાં આવેલી દરેક વાતનુ ધ્યાન રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા આલિયા ભટ્ટનો બૉયફ્રેન્ડ એક્ટર રણબીર કપૂર (ranbir kapoor) પણ કોરોનાથી સંક્રમિત થયો હતો. બાદમાં તેને પણ ખુદને ક્વૉરન્ટાઇન કરી લીધુ હતુ, અને તે ઘરમાં રહીને જ સારવાર લઇ રહ્યો હતો. રણબીરનો રિપોર્ટ હવે નેગેટિવ આવી ચૂક્યો છે, અને તે પોતાના કામ પર પરત ફરી ચૂક્યો છે.
નોંધનીય છે કે આ પહેલા દિગ્ગજ સંગીતકાર બપ્પી લહેરી પણ કોરોના પૉઝિટીવ થયા છે. તેમની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા તેમને દક્ષિણ મુંબઇની બ્રીચ કેન્ડી હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની દીકરી રીમા લહેરીએ તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી હતી.
અગાઉ આલિયા ભટ્ટે થઇ હતી ક્વૉરન્ટાઇન....Alia Bhatt Health: એક્ટ્રેસ આલિયા ભટ્ટે અગાઇ જાણકારી આપી હતી કે તેનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ખાસ વાત છે કે સંજય લીલા ભણસાળી અને એક્ટર રણબીર કપૂર કોરોના સંક્રમિત થયા બાદ આલિયા ભટ્ટે પોતાની જાતે જ ક્વોરન્ટીન થઇ ગઇ હતી.