ચેન્નઈ એક્સપ્રેસના પ્રોડ્યૂસર પર લાગ્યા યૌન શોષણના આરોપ, એક્ટ્રેસે કહ્યું - મારી સાથે રેપ કરીને બ્લેકમેઈલ કરતો હતો
નવી દિલ્હી: મીટૂ કેમ્પેઈનથી બોલિવૂડમાં હાહાકાર મચી ગયો છે. અનેક અભિનેતા અને નિર્માતાઓ પર યૌન શોષણના આરોપ લાગી રહ્યા છે અને મોટા મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક એક્ટ્રેસે પ્રોડ્યૂસર પર આરોપ લગાવ્યો છે. ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસના પ્રોડ્યૂસર કરીમ મોરાની પર દિલ્હીની એક સ્ટ્રગલિંગ એક્ટ્રેસે જાતિય શોષણનો આરોપ લગાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, હું 2014માં મુંબઈ શિફ્ટ થઈ હતી તે કરીમને ખબર હતી. વર્ષ 2015માં કરીમ વાઈનની બોટલ સાથે તેના ઘરે આવ્યો હતો અને તેને પીવા માટે મજૂબર કરી હતી.
એક્ટ્રેસના જણાવ્યા પ્રમાણે 2015માં કરીમે તેની સાથે બળાત્કાર સિવાય ડ્રગ અને બ્લેકમેઈલ કર્યું હતું. અભિનેત્રીનો આરોપ છે કે પ્રોડ્યુસર કરીમે તેની સહમતિ વગર ફોટો પાડ્યા હતા. તે સિવાય તેને ધમકી પણ આપી હતી. કરીમે કહ્યું હતું કે જે તે આ મામલે કોઈને પણ જણાવશે તો તેના ફોટા લિક કરી દેશે.
જ્યારે તે સવારે 4 વાગ્યે ઉઠી ત્યારે તે શારીરિક અને માનસિક રીતે સદમામાં હતી. અને તે સમયે કરીમ ત્યાં નહતો. અને મારા શરીર પર મે નિશાન જોયા હતા.
જ્યારે મે બીજા દિવસે તેને બાલાવ્યો અને તેણે મારી સાથે શું કર્યું છે તે અંગે પૂછ્યું હતું. મે તેને ધમકી પણ આપી હતી કે આ અંગે તેની પત્ની અને ભાઈને જણાવી દેશે પણ તે હસવા લાગ્યો હતો. તેના બાદ કરીમ મોરાની મને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો. મારા ફોટાથી બ્લેકમેઈલ કરીને ઘણીવાર શોષણ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -