મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની હોટ તસવીરોને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે. ફરી એક વખત દિશાએ સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરી ધમાલ મચાવી છે.


દિશા પટણીએ બાથરૂમ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. દિશા બાથટબમાં પણ અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ફેન્સને દિશાનો આ અંદાજ પસંદ આવી રહ્યો છે, તો અન્ય લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.


આ તસ્વીરોમાં દિશા બ્લેક કલરના ડ્રેસમાં સ્ટાઈલિશ અંદાજમા જોવા મળી રહી છે. બાથટબમાં પણ દિશા પોઝ આપતી જોવા મળી રહી છે. દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી તસવીરો શેર કરી છે.


વર્કફ્રંટની વાત કરવામાં આવે તો દિશા પટણી ફિલ્મ 'મલંગ'ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં દિશા સાથે કુણાલ ખેમૂ, આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને મોહિત સૂરી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.