When Director abused Esha Gupta: બૉલીવુડની વધુ એક હૉટ એક્ટ્રેસે ફિલ્મ દરમિયાન તેની પર થયેલા ખરાબ વર્તનની આપવીત સંભળાવી છે. ઇશા ગુપ્તા (Esha Gupta) પોતાના બેબાક અંદાજ માટે પણ જાણીતી છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેને ખુલાસો કર્યો છે કે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ડાયરેક્ટરે તેની સાથે સેટ પર જ ખરાબ વર્તન કરી દીધુ હતુ. ડાયરેક્ટરે તેની સાથે ખરાબ ગાળાગાળી કરી અને અપશબ્દો કહ્યાં જોકે, તે ચુપ ન હતી બેઠી, અને તેને પણ ડાયરેક્ટરને જડબાતોડ જવાબ આપ્યો હતો. 


ઇશા ગુપ્તાએ કહ્યું- ફિલ્મના શૂટિંગ દરમિયાન કૉસ્ચ્યૂમને લઇને કોઇ ઇશ્યૂ થયો અને મિસકૉમ્યુનિકેશનના કારણે આ વાત ડાયેરક્ટર સુધી પહોંચી હતી. જ્યારે સેટ પર પહોંચી તો તેમને મારી સાથે ખરાબ વર્તન કર્યુ. તેમને મને હિન્દીમાં કંઇક કહ્યું અને પછી બોલ્યા- તુ લેટ છો, મે ગુસ્સો ના કર્યો પરંતુ મે તેમને કહ્યું કે હુ લેટ નથી, હું તમારા બધાથી પહેલા અહીં આવી છું. હુ શૂટ ટાઇમથી પહેલા અહીં પહોંચી છું. આઉટફિટમાં ઇશ્યૂ હતો એટલે તેને ચેન્જ કરાવવામાં આવ્યો, આમાં મારી ભૂલ નથી. આ સાંભળી ડાયરેક્ટરે ફરીથી મારી સાથે ખરાબ વર્તન કર્યુ. 



પહેલીવાર સાંભળી હું ચુપ રહી ગઇ હતી, પરંતુ બીજીવાર જ્યારે તેમને મને ખરાબ ભાષામાં વાત કરી તો મે પણ તેમને પલટવારમાં વાત કહી દીધી. પછી મે તેમને સમજાવતા કહી દીધુ કે તમને ખબર છે, તમે અહીં છો, મારી સાથે આ રીતથી વાત કરવા અને મારુ અપમાન કરવાની કોશિશ ના કરતા. આ કહીને મે સેટ છોડી દીધો. મે મારા વાળ પરથી રૉલર કાઢી નાંખ્યા, વળી આઉટફિટ પહેરીને કારમાં બેસી અને ત્યાંથી નીકળી ગઇ. આ પછી પ્રૉડ્યૂસરથી લઇને એક્ઝિક્યૂટીવ પ્રૉડ્યૂસરના કૉલ આવ્યા પરંતુ મે સ્પષ્ટ કરી દીધુ કે ડાયેરક્ટર જ્યાં સુધી ખુદ માફી નાહીં માંગે ત્યાં સુધી હું શૂટિંગ પર પાછી નહીં આવુ. આના બે દિવસ બાદ ડાયરેક્ટરે મને સૉરી કહ્યું અને પછી હું સેટ પર ગઇ. ઉલ્લેખનીય છે કે, ઇશાએ રાજ 3D, હમશકલ્સ, રુસ્તમ અને બાદશાહો જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.