એક્ટ્રસ ઇશા ગુપ્તાએ એક ચૌંકાવનારૂં અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઇશા ગુપ્તાએ કહ્યું કે, મને બોલિવૂડમાં એટલા માટે વધુ કામ નથી મળતું કારણ કે, હું રોલ માટે ડાયરેક્ટરની અયોગ્ય માંગણીને સ્વીકારવા તૈયાર નથી.
એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ બોલિવૂડમાં ચાલતા કાસ્ટિંગ કાઉચ મુદ્દે વાત કરતા બહુ બોલ્ડ નિવેદન આપ્યું છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો કે, તેમને ફિલ્મમાં લીધા બાદ ડાયરેક્ટરે તેમની સાથે શરીર સંબંધ બાધવા કહ્યું હતું. ઇશા ગુપ્તાએ કહ્યું કે, કેમને કામ નથી મળતું તેનું કારણ છે કે હું રોલ માટે થતાં શારીરિક શોષણને સહન કરવા તૈયાર નથી.
તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન ઇશા ગુપ્તાએ બોલિવૂડનું કડવું સત્ય રજૂ કર્યું હતું. ઇશા ગુપ્તાએ તેમનો એક અનુભવ રજૂ કરતાં જણાવ્યું કે, એક ફિલ્મમાં ના શૂટ આઉટ શૂટ દરમિયાન હું હંમેશા એકલી રૂમમાં રહેવાનું પસંદ કરું છું. ફિલ્મ દરમિયાન મને પણ ડાયરેક્ટ સાથે સૂવા માટે ડિમાન્ડ કરી હતી. જો કે આ સમયે મેં ખૂબ જ સ્માર્ટ રીતે ડીલ કર્યું હતું.
ઇશા ગુપ્તાએ કહ્યું હતું, “આ કાસ્ટિંગ કાઉચમાં ટાર્ગેટ માત્ર આઉટ સાઇડરને જ બનાવાયા છે. સ્ટાર કિડસને આવી વસ્તુનો સામનો નથી કરવો પડતો. આ બોલિવૂડનું કડવું સત્ય છે. આઉટસાઇડરને બોલિવૂડમાં કામ ન કરવા દેવા માટે પણ આવા માહોલનું સર્જન કરવામાં આવે છે,” ફિલ્મના શૂટ દરમિયાન હું મારી માને જોડે રાખું છું ત્યારે સામેની વ્યક્તિ સમજી જાય છે કે, ફિલ્મ માટે કંઇ પણ કરવા તૈયાર હોય તેમાંની આ વ્યક્તિ નથી”.
ઇશા ગુપ્તાએ કહ્યું હતું, “ મને આજે આ કારણે જ વધુ કામ નથી મળતું.કારણ કે બોલિવૂડના લોકો સમજી ગયા છે કે, રોલ માટે કંઇ પણ કરવા તૈયાર હોય તેમાંની વ્યક્તિ આ નથી. આ ફિલ્ડમાં તમારે તમારા સિદ્ધાંતો બાંધછોડ કર્યાં વિના કેવી રીતે કામ કરવું તે શીખી લેવું પણ જરૂરી છે.
ઇશા ગુપ્તા છેલ્લે જન્નત 2, રાઝ3, રોકસ્ટારમાં જોવા મળી હતી. બોલિવૂડના કાસ્ટિંગ કાઉચનું સત્ય વિશે આ પહેલા નરગિશ ફખરી પણ વાત કરી ચૂકી છે. નરગિસ ફખરીએ કહ્યું હતું કે, ‘તેમની પાસે કામ નથી કારણ કે તે ડાયરેક્ટરની અયોગ્ય માંગણીને પૂરી કરવા તૈયાર નથી”