મુંબઇઃ ફિલ્મોની અભિનેત્રીઓ હંમેશા પોતાની તસવીરો અને વીડિયોથી ફેન્સને આકર્ષિત કરતી રહે છે. સોશ્યલ મીડિયા પર આવી તસવીરો અને વીડિયોના કારણે તેમના ફેન ફોલોઇંગમાં પણ જબરદસ્ત ઉછાળો આવે છે. હવે આ લિસ્ટમાં વધુ એક એક્ટ્રેસે પોતાની દબંગ બૉલ્ડ તસવીરો શેર કરીને બધાને ચોંકાવ્યા છે. ગંદી બાત એક્ટ્રેસ ફ્લોરા સૈની સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને તેને તાજેતરમાં જ એવી તસવીરો શેર કરી છે જેમાં તે ન્યૂડ દેખાઇ રહી છે. ફેન્સ પણ તસવીર પર અવનવી કૉમેન્ટ કરી રહ્યાં છે.


એક્ટ્રેસ ફ્લોરા સૈનીના ટૉપલેસ ફોટોશૂટ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યું છે. એક્ટ્રેસ આમાં બોલ્ડ અંદાજ જોવા મળી રહી છે. તસવીરમાં જોઇએ તો ફ્લોરાએ કપડાં પહેર્યા નથી અને તેણે પોતાના હાથથી છાતીનો ભાગ ઢાંકી દીધો છે જેથી કેમેરામાં કંઈ ન દેખાય. ખરેખરમાં એક્ટ્રેસે આ અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો હાલ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. એક્ટ્રેસ ફ્લોરા સૈનીએ કેમેરા સામે એવા કિલર લુક્સ આપ્યા છે જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. 




ખાસ વાત છે કે ટીવી સીરિયલ ‘ભાબીજી ઘર પર હૈ’ના નિર્માતાઓએ અનિતા ભાભીના રોલ માટે ફ્લોરા સૈનીનો સંપર્ક કર્યો છે. જોકે આના પર કોઇ અપડેટ સામે આવ્યુ નથી. 




વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ ફ્લોરા સૈનીએ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી’માં ડાકણની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે ‘દબંગ 2’ અને ‘બેગમ જાન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ફ્લોરા સૈનીને વેબ સિરીઝ ‘ગંદી બાત’થી ખુબ લોકપ્રિયતા મેળવી હતી.