બિહાર પોલીસે ઝીરો એફઆઇઆર નોંધીને આગળની તપાસ માટે બિહાર પોલીસે મુંબઇની અંબોલી પોલીસના હવાલે કરી દીધી છે, જ્યાં આ કેસમાં એડીઆર નોંધાયેલી છે. સુશાંત કેસની તપાસ બિહાર પોલીસે સીબીઆઇનો સોંપી દીધી હતી તેને લઇને ખુબ વિવાદ થયો હતો. 28 વર્ષીય ઉત્કર્ષનો મૃતદેહ 28 સપ્ટેમ્બરે અંધેરી સ્થિત તેના ઘરમાં પંખા સાથે લટકેલો મળી આવ્યો હતો, ત્યાં તે ભાડાના મકાનમાં રહેતો હતો. પોલીસે એડીઆર નોંધી હતી.
જે યુવતીના ઘરે ઉત્કર્ષ ભાડા પર રહેતો હતો તેને પોતાના નિવેદનમાં પોલીસને જણાવ્યુ કે રાત્રે બન્નેએ સાથે ખાવાનુ ખાધુ અને સામન્ય વાતચીત બાદ ઉત્કર્ષ પોતાના રૂમમાં સુવા ચાલ્યો ગયો હતો. યુવતી અનુસાર રાત્રે સાડા અગિયાર વાગે આંખ ખુલી તે વૉશરૂમમા જવા માટે ઉઠી. આ દરમિયાને તેને જાણ્યુ કે ઉત્કર્ષના રૂમનો દરવાજો ખુલ્લો હતો અને તે પંખા સાથે લટકી રહ્યો હતો. યુવતીએ તરતજ પોલીસને ફોન કરીને જાણ કરી હતી.
અંબોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યુ કે ઉત્કર્ષના પિતા વિજયકાંત ચૌધરીએ મુઝફ્ફરપુરમાં નોધાવેલી પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ઉત્કર્ષની સાથે રહેનારી યુવતી તેની સાથે લગ્ન કરવા ઉચ્છતી હતી. જ્યારે તેને ના પાડી દીધી, તો યુવતીએ પોતાની બહેનની સાથે મળીને તેની હત્યા કરી નાંખી. કેસમાં આઇપીસીની કલમ 302 અને 34 અંતર્ગત એક એફઆઇઆર નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 26 વર્ષીય સ્ટ્રગલિંગ એક્ટર અક્ષત ઉત્કર્ષ ચૌધરી મૂળ રીતે બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી હતો. લખનઉથી એમબીએનો અભ્યાસ કરીને અક્ષત ભોજપુરી ફિલ્મોમાં કિસ્મત અજમાવવા મુંબઇ આવ્યો હતો. તે મુઝફ્ફરપુરના સિંકદરપુર વિસ્તારનો રહેવાસી હતો, પિતાનુ નામ રાજૂ ચૌધરી છે. અક્ષત છેલ્લા બે વર્ષોથી મુંબઇમાં હતો અને અંધેરી વેસ્ટના સુરેશ નગર સ્થિત ભાડાના ફ્લેટમાં રહેતો હતો.