મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ (Ileana Dcruz) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે તે દરરોજ કંઇકને કંઇક શેર કરતી રહે છે, તસવીરો અને વીડિયોથી ફેન્સને પોતાની સાથે જોડાયેલા રાખે છે. ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસના 13.1 મિલિયન ફોલોઅર્સ છે. આ ક્રમમાં હવે ઇલિયાના ડિક્રૂઝની એક તસવીર સામે આવી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં તે હંમેશાની જેમ જબરદસ્ત ગ્લેમરસ લાગી રહી છે.
ઇલિયાના ડિક્રૂઝની આ તસવીરને સોશ્યલ મીડિયા પર શેર કરાઇ છે. જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. તસવીરમાં ઇલિયાનાએ પોતાના વાળનની ચોટી બનાવી છે. ગળામાં તેના એક લૉકેટ દેખાઇ રહ્યું છે, અને તે કેમેરાની નીચેની બાજુએ જોતા પૉઝ આપી રહી છે. આ તસવીરમાં ઇલિયાના 'નૉ મેકઅપ' લુકમાં દેખાઇ રહી છે.
ઇલિયાના ડિક્રૂઝની તસવીર સામે આવ્યા બાદ સોશ્યલ મીડિયા યૂઝર્સ પણ કૉમેન્ટ્સ પર કૉમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યૂઝરે તસવીર પર કૉમેન્ટ કરતા લખ્યું છે- વિના મેકએપે સુંદર દેખાઇ રહીછો. તો વળી બીજા યૂઝરે લખ્યું છે- લાંબા સમયથી અટકેલુ વેકેશન હતુ.
ઉલ્લેખનીય છે કે પહેલીવાર નથી જ્યારે ઇલિયાના ડિક્રૂઝ પોતાનો બૉલ્ડ લૂક બતાવ્યો હોય અને ચર્ચામા આવી હોય. આ પહેલા પણ તેની કેટલીય બિકીની તસવીરો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી ચૂકી છે. ફેન્સ પણ એક્ટ્રેસની તસવીરો અને વીડિયોને ખુબ પસંદ કરે છે.
ઇલિયાનાની ફિલ્મી કરિયરની વાત કરવામાં આવે તો બોલિવૂડમાં શરૂઆત કરતા અગાઉ ઇલિયાનાએ તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેલુગુ ફિલ્મ દેવદાસુમાં પોતાની એક્ટિગના મારફતે ઇલિયાનાએ બેસ્ટ ફિમેલ ડેબ્યૂ સાઉથનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.
અભિનયની વાત કરીએ તો ઇલિયાના, અભિષેક બચ્ચનની સાથે અજય દેવગનના પ્રૉડક્શનમાં બનનારી ફિલ્મ ધ બિગ બુલમાં કરતી દેખાશે. આ ફિલ્મ કથિત રીતે દેશમાં સુરક્ષા ગોટાળા પર આધારિત છે. આ ફિલ્મ 23 ઓક્ટોબરે રિલીઝ થશે.