આ એક્ટ્રેસને ખાવા મળી એવી વસ્તુ કે ઉભી થઇને કરવા લાગી બેલી ડાન્સ, વીડિયો વાયરલ
abpasmita.in | 27 Sep 2019 01:43 PM (IST)
વીડિયોમાં એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ એકદમ પ્રસન્ન દેખાઇ રહી છે. એક્ટ્રેસે બ્લેકકલરનું આઉટફીટ પહેર્યુ છે. વીડિયો પર ફેન્સની પણ મજેદાર કૉમેન્ટ આવી રહી છે
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ હંમેશા પોતાની દિલકશ અદાઓના કારણે ફેન્સના દિલ જીતી લે છે. હવે તેને એક એવી વીડિયો શેર કર્યો છે જેમાં તે બેલી ડાન્સ કરતી દેખાઇ રહી છે. ખરેખર, આ વીડિયો એક્ટ્રેસને તેની ગમતી વસ્તુ ખાવા મળી તેનો આનંદ વ્યક્ત કરી રહ્યો છે. ઇલિયાના ડિક્રૂઝે વીડિયો શેર કરતાં પૉસ્ટમાં લખ્યુ છે કે, 'મારો મૂડ, જ્યારે મને કહેવામાં આવે કે આજે કાર્બોહાઇટ્રેડિટ ખાઇ શકે છે.'... તેના પરથી માની શકાય છે કે એક્ટ્રેસને પોતાનુ ગમતુ ખાવાનું કાર્બોહાઇટ્રેડિટ મળ્યુ છે. તેની ખુશીમાં તે બેલી ડાન્સ કરવા લાગી છે. વીડિયોમાં એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ એકદમ પ્રસન્ન દેખાઇ રહી છે. એક્ટ્રેસે બ્લેકકલરનું આઉટફીટ પહેર્યુ છે. વીડિયો પર ફેન્સની પણ મજેદાર કૉમેન્ટ આવી રહી છે. નોંધનીય છે કે, એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ પોતાના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ એન્ડ્ર્યૂ નીબોન સાથેના બ્રેકઅપને લઇને ચર્ચામાં હતી.