આ ફિલ્મમાં એક્ટ્રેસ જેકલિન સાથે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પણ છે. જ્યારે જેકલિન એક એક્શન સીનનુ શૂટિંગ કરી રહી હતી, અને બિઝી શિડ્યૂલના કારણે સ્વાસ્થ્ય પર ખુબ અસર પડી અને આખી મહેનત પર પાણી ફરી વળ્યુ હતુ.
જેકલીને પોતે બેભાન ગઇ હતી તેના પર કહ્યું કે, તે સમયે હું ઘણાબધા પ્રૉજેક્ટના શૂટિંગની વચ્ચે હતી, મારા પર ઇજાગ્રસ્ત હતો અને મારે આ બધા રિહર્સલમાં ફિટ થવાનુ હતુ. જેના માટે મને હાઇહીલમાં શૂટિંગ કરવાનુ હતુ, અને તેના કારણ ઘૂંટણ પર જોર આવ્યુ હતુ.
ફિલ્મ કર્માના શૂટિંગ દરમિયાન જેકલિનને કેટલાક સ્ટન્ટ કરવા પડ્યા અને તેના કારણે તે ઘાયલ થઇ ગઇ હતી. ઘાયલ હોવા છતાં તેને ગીતનુ શૂટિંગ પુરુ કર્યુ હતુ. તેને આસાનીથી બધા સ્ટેપ્સ કર્યા હતા.