મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) પોતાની તસવીરો અને વીડિયોથી દરવખતે સોશ્યલ મીડિયા પર ખુબ છવાયેલી રહે છે. જ્હાન્વી કપૂર પોતાના ફેન્સ સાથે સમય સમય પર પોતાની લાઇફનુ દરેક અપડેટ આપતી રહી છે. તાજેતરમાં જ તેને એક શિમરી બિકીનીમાં પોતાના કેટલાક વીડિયો ફેન્સ સાથે શેર કર્યા છે, જેમાં તેનો સિઝલિંગ અવતાર દેખાઇ રહ્યો છે.  

શિમરી બિકીનીમાં જ્હાન્વી કપૂરે શેર કર્યો વીડિયો-મંગળવારે જ્હાન્વી કપૂરે આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે ખુબ ગ્લેમરસ લાગી રહી છે, આમાં તે એક શિમરી બિકીની ટૉપ હાઇ સ્લિટ સ્કર્ટમાં દેખાઇ રહી છે. આને શેર કરતા તેને લખ્યું- mentally here. વીડિયોમાં જ્હાન્વી કપૂર વાળોને ઝટકાવતા પૉઝ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે તેનો આ દિલકશ વીડિયો માલદીવનો છે. વીડિયોમાં તેને પોતાના કર્વ્સને પણ ફ્લૉન્ટ કર્યા છે.  

મેગેઝીનના ફોટોશૂટ માટે માલદીવ ગઇ હતી જ્હાન્વી કપૂર- ઉલ્લેખનીય છે કે, જ્હાન્વી કપૂરનો આ વીડિયો તે સમયનો છે, જ્યારે તે એક મેગેઝીનના ફોટોશૂટ માટે માલદીવ ગઇ હતી. આ શૂટ હવે જ્હાન્વી કપૂર ખુબ મિસ કરી રહી છે. વળી, ફેન્સને તેનો આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે, અને તે જ્હાન્વી કપૂરની ખુબ પ્રસંશા પણ કરી રહ્યાં છે.

આ ફિલ્મોમાં દેખાશે જ્હાન્વી કપૂર- વર્કફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વી કપૂર બહુજ જલદી સિદ્વાર્થની સાથે ‘ગુડ લક જેરી’માં દેખાશે. આ ઉપરાંત તેની પાસે કરણ જોહરની ફિલ્મ ‘દોસ્તાના 2’ છે. 

Janhvi Kapoor એ લગ્ન માટે કરી લીધુ જોરદાર પ્લાનિંગ, ક્યાં લેશે સાત ફેરા ને કેવુ હશે રિસેપ્સન, કેટલા દિવસમાં પુરુ કરશે લગ્ન--એક મેગેઝિન સાથે વાત કરતાં એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે (Janhvi Kapoor) પોતાના લગ્નનો પુરેપુરો અને જોરદાર પ્લાન બતાવ્યો છે.જ્હાન્વી કપૂરે કહે છે કે તે આલિશાન અને ગ્રાન્ડ વેડિંગની જગ્યાએ તે સાદા અને સિમ્પલ લગ્ન કરવા માંગે છે. લૉકેશનની વાત કરીએ તો તેને મેંહદી, સંગીત અને સાત ફેરા માટે અલગ અલગ જગ્યાએ પસંદ કરી છે. જ્હાન્વી કપૂરની લગ્ની પ્લાનિંગને સાંભળીને એવુ લાગે છે કે તે લગ્ન માટે એકદમ તૈયાર છે.

પીકૉક મેગેઝિન સાથે વાત કરતા એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે (Janhvi Kapoor) કહ્યું કે તે ઇચ્છે છે કે તે દક્ષિણ ઇટાલીના કેપ્રીમાં એક ચા સાથે તેની બેચલર પાર્ટી થાય. તે તિરુપતિમાં લગ્નને પ્રાથમિકતા આપશે. આ ઉપરાંત તે ઇચ્છે છે કે શ્રીદેવીના પૈતૃક ઘર મયલાપુરમાં સંગીત અને મેંહદીના રીત રિવાજો થાય.

જોકે, તેને રિસેપ્સન માટે પોતે હા નથી કહેતી, તેને કહ્યું- શું રિસેપ્સન જરૂરી છે? નહીં ને? જવા દઇએ તો પછી રિસેપ્સન'... આના પરથી માની શકાય કે જ્હાન્વી કપૂર લગ્નનુ રિસેપ્સન કરવા નથી માંગતી.જ્હાન્વી કપૂરે (Janhvi Kapoor) લગ્નના તામજામ પર કહ્યું- લગ્નની સજાવટ ટ્રેડિશનલ પરંતુ સિમ્પલ હોય, મોગરા અને મીણબત્તીથી સજાવેલુ. તેને બતાવ્યુ કે તે સજાવટ કરવામાં બુહ માહિર નથી, તે લગ્નને બહુ જ નાનુ કરવા માંગે છે. તે કહે છે કે હું તે બે દિવસમાં જ નિપટાવી દઇશ.

જ્હાન્વી (Janhvi Kapoor)ના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ છેલ્લી વાર 'રુહી'માં દેખાઇ હતી. આમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા હતા. તેની આગામી ફિલ્મ 'ગુડ લક જૈરી' અને 'દોસ્તાના 2' છે.