નવી દિલ્હીઃ અમેરિકન મૉડલ અને એક્ટ્રેસ કિમ કાર્દશિયને પોતાના બાળકો સાથે સેક્સી તસવીર શેર કરી છે, આ તસવીરમાં તે બિકીન સાથે દેખાઇ રહી છે. 38 વર્ષીય એક્ટ્રેસને પોતાના ચાર બાળકો છે, તેને બાળકો સાથેની તસવીર પહેલીવાર શેર કરી છે, જે ઇન્ટરનેટ પર હાલ ખુબ વાયરલ થઇ રહી છે.

એક્ટ્રેસ કિમ કાર્દશિયને પોતાના ચાર બાળકો સાથે ઇન્સ્ટાગ્રામ પર બિકીની સાથેની હૉટ તસવીર શેર કરી છે, જેમાં તે ચારેય બાળકો- નોર્થ વેસ્ટ, સેન્ટ વેસ્ટ, શિકાગો વેસ્ટ અને પ્સલ્મ વેસ્ટની વચ્ચે બેસેલી છે.


આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે, "હું સમજતી હતી કે આ બાળકોની સાથે તસવીર ખુબ કઠીણ હશે, આ લગભગ અસંભવ જેવું હતુ." તસવીરમાં કિમ કાર્દશિયને સિલ્વર કલરનુ સ્વિમસૂટ પહેર્યુ છે.


ઉલ્લેખનીય છે કે, અમેરિકન ટીવી સ્ટાર એક્ટ્રેસ કિમ કાર્દશિયન હાલમાં પોતાના પરિવાર સાથે બહામાસમાં વેકેશન માણી રહી છે. તે ફરવાની સાથે સાથે એક માતા તરીકેની જવાબદારીઓ પણ સારી રીતે નિભાવી રહી છે.