અભિનેત્રી લીસા હેડન બોયફ્રેન્ડ ડિનો લલવાની સાથે કરશે લગ્ન
abpasmita.in | 27 Sep 2016 07:30 PM (IST)
નવી દિલ્લી: બૉલીવુડ અભિનેત્રી લીસા હેડન થોડા સમયમાં જ લગ્ન કરવાની છે. લીસા હેડન ઈંસ્ટાગ્રામ પર તેના બોયફ્રેન્ડ ડિનો લલવાની સાથે લગ્ન કરવાની જોહેરાત કરી હતી. ઈંસ્ટાગ્રામ પર ડિનો લલવાની સાથે કીસ કરતી ફોટોમાં શેર કરતા લખ્યું આની સાથે લગ્ન કરવાની છું. લીસાએ હાઉસફુલ 3 માં અભિનય કર્યો હતો. ડિનો પાકિસ્તાનમાં જન્મેલા બ્રિટિશ બિઝનેશમેન ગુલૂ લલવાનીનો પુત્ર છે. જાણકારી મુજબ તે લીસાને છેલ્લા એક વર્ષથી ડેટ કરી રહ્યો હતો.