માલદીવમાં પતિ અને દિકરા સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળી મંદિરા બેદી, જુઓ તસવીરો
abpasmita.in | 02 Nov 2019 10:02 AM (IST)
બોલીવૂડ એક્ટ્રેસ મંદિરા બેદી પતિ અને દીકરા સાથે માલદિવમાં વેકેશન એન્જોય કરી રહી છે. મંદિરા બેદીએ પોતાના વેકેશનની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મંદિરા બેદી પતિ અને દીકરા સાથે માલદિવમાં વેકેશન એન્જોય કરી રહી છે. મંદિરા બેદીએ પોતાના વેકેશનની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. મંદિરા બેદીએ શેર કરેલી તસવીરો અને વીડિયોમાં ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. ફિટનેસ માટે જાણીતી મંદિરાને સ્વિમિંગ અત્યંત પસંદ છે. તે માલદીવ્સના દરિયા કિનારે સ્વિમિંગ કરતી પણ જોવા મળી હતી. માલદીવની તસવીરો શેર કરતા મંદિરા બેદીએ લખ્યું, સવાર ખૂબ જ સુંદર રહી. એક્સરસાઈઝ, દરિયામાં તરવાનો આનંદ, સૂરજના કિરણો, કોફી, સંગીત. દરેક વસ્તુ આ વીલામાં છે. એવું લાગી રહ્યું છે કે હું આ તમામ વસ્તુઓ નથી છોડવા માંગતી. પોતાના અન્ય એક વીડિયોમાં મંદિરા દરિયમાં સ્વિમિંગ કરતી જોવા મળે છે. મંદિરા ટીવી શો સીઆઈડી, ક્યૂંકિ સાસ ભી કભી બહુ થીમાં જોવા મળી હતી. મંદિરા કાજોલ અને શાહરૂખ ખાનની ફિલ્મ દિલ વાલે દુલ્હનિયામાં પણ ખાસ ભૂમિકામાં જોવા મળી હતી.