Manisha Koirala Children: બોલિવૂડ અભિનેત્રી મનીષા કોઈરાલાએ લાંબા સમય બાદ પડદા પર કમબેક કર્યું છે. મનીષાએ સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી'માં 'મલ્લિકા જાન'નું પાત્ર ભજવ્યું છે અને જે કોઈ પણ આ સિરીઝ જોઈ રહ્યું છે તે તેના વખાણ કર્યા વિના નથી રહેતું. 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર' રિલીઝ થયાને ઘણા દિવસો વીતી ગયા છે અને દરેકને આ 8 એપિસોડની વેબ સિરીઝ પસંદ આવી રહી છે.
'મનિષા વ્યથા કરી વ્યક્ત
મનીષા કોઈરાલાએ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. લગ્નના બે વર્ષ બાદ જ અભિનેત્રી 2012માં તેના પૂર્વ પતિ સમ્રાટ દહલથી અલગ થઈ ગઈ હતી. તાજેતરમાં જ અભિનેત્રીએ માતા ન બનવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. એક ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન મનીષાએ કહ્યું, 'મારા જીવનમાં ક્યાંક ને ક્યાંક કંઈક અધૂરપ છે. જેમ જેમ તમે મોટા થાઓ છો, તમે તમારા વિશે સત્ય સ્વીકારવાનું શરૂ કરો છો. એવા ઘણા સપના છે જે તમે સાકાર નહીં થાય અને તમે તેમની સાથે સંમત થાઓ છો.
અભિનેત્રીએ આગળ કહ્યું, 'મા ન બની શકવું પણ મારૂ એક અધરા સપનામાંનું એક છે. કેન્સર હોવું અને માતા ન બની શકવું મુશ્કેલ આ સત્યને સ્વીકારવું મુશ્કેલ હતું. જો કે પછી મેં પછી વિચાર્યું કે, જે નસીબમાં નથી તો એ નથી જ. પરંતુ જે છે તેની કિંમત કરીને તેને બેસ્ટ આપવાની કોશિશ કરી”
ગોડ મધર બનવાનું પસંદ કરીશ
બાળકને દત્તક લેવાના વિકલ્પ પર મનીષાએ કહ્યું, 'મેં બાળકને દત્તક લેવા વિશે ઘણું વિચાર્યું. પછી મને સમજાયું કે હું ખૂબ જ સરળતાથી અસ્વસ્થ થઈ જાઉં છું, હું ખૂબ જ સરળતાથી ચિંતિત થઈ જાઉં છું. તેથી ઘણી ચર્ચા પછી, મેં એ હકીકત પર સમાધાન કર્યું અને કે હું ગોડમધર બનવા અંગે જ વિચાર્યુ હવે બનાવા માંગુ છું”. નોંધનિય છે. તમને જણાવી દઈએ કે મનીષા કોઈરાલાએ 19 જૂન 2010ના રોજ નેપાળી બિઝનેસમેન સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન 2 વર્ષ પણ ટકી શક્યા નહીં. લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો અને બંને અલગ થઇ ગયા.
લગ્ન તૂટ્યા પછી, મનીષા કોઈરાલાને તેમના જીવનનો બીજો મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે તેમને ખબર પડી કે તેમને કેન્સર છે. વર્ષ 2012માં મનીષાને ખબર પડી કે તે અંડાશયના કેન્સરથી પીડિત છે. ન્યૂયોર્કમાં સારવાર બાદ અભિનેત્રીએ કેન્સર પર વિજય મેળવ્યો અને 2014 સુધીમાં અભિનેત્રી સાજી થઈ ગઈ.