મુંબઈ: જાણીતા ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’માં બબીતાજીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પણ ખુબ જ સક્રિય રહે છે. તે લગભગ દરેક મુદ્દે નિર્ભય રીતે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતી હોય છે. આમ કરવા જતાં ઘણી વાર મુનમુન દત્તાને ટ્રોલિંગનો શિકાર પણ બનવું પડે છે. પરંતુ મુનમુન પણ ટ્રોલર્સને છોડતી નથી અને તે ટિપ્પણી કરનાર વિરૂદ્ધ આકરું વલણ અપનાવે છે.
સોશિયલ મીડિયા પર કેટલીક વાહિયાત કોમેન્ટ કરનારાઓને પણ મુનમુન બરાબરના આડેહાથ લે છે. આ મામલે તેણે કહ્યું હતું કે, સ્ટોકર્સ અને ટ્રોલર્સ તો મારાથી દૂર જ રહે. હું લોકોને મારી પ્રોફાઈલ પર સ્વાર્થી અને ખરાબ કોમેન્ટ કરવા દેતી નથી. હું ઘણીવાર કોમેન્ટ સેક્શનને સ્વિચ ઓફ જ કરી દવું છું.
અભિનેત્રીએ કહ્યું હતું કે, ક્યારેક કોઈ ફોલોવર્સ નેગેટિક અને પાયાવિહોણી કોમેન્ટ કરે તો હું તેને એકદમ સારી રીતે સમજાવી દવું છું. જો ક્યારેક આમ ના થઈ શકે તો હું તે વ્યક્તિને જ બ્લોક કરી જ દવું છું. નેગેટિવ અને નફરત લેવાવતા અનેક ફોલોવર્સ કરતાં તો હું માત્ર એક જ ફોલોવર્સ રાખવાનું વધારે પસંદ કરીશ.
મુનમુન દત્તાએ ખુલાસો કર્યો હતો કે, ક્યારેક તેને અજાણ્યા લોકો તરફથી અશ્લિલ મેસેજ અને ફોટોશોપ્ડ ફોટાઓ પણ મળે છે. આ સ્થિતિમાં તે પોલીસની મદદ લે છે. તેને કહ્યું હતું કે, હું મારા ફોટાને લઈને ખરાબ કોમેન્ટ ચલાવી લેતી નથી. હું મારી પ્રોફાઈલને એકદમ સ્વચ્છ રાખુ છું.
જો મારી કોઈ પ્રાઈવેસીનો દુરૂપયોગ કરે અને મારાં ફોટા પર ગંદી કોમેન્ટ કરે તો હું તેના વિરૂદ્ધ પોલીસનો સંપર્ક કરવામાં એકવાર પણ વિચાર કરતી નથી. હું આમ કરનારાઓને છોડતી જ નથી.
‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ની અભિનેત્રી બબીતાજીને સોશિયલ મીડિયામાં અશ્લિલ મેસેજ આવે ત્યારે શું કરે છે? જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
30 Apr 2019 10:48 AM (IST)
ઘણી વાર મુનમુન દત્તાને ટ્રોલિંગનો શિકાર પણ બનવું પડે છે. પરંતુ મુનમુન પણ ટ્રોલર્સને છોડતી નથી અને તે ટિપ્પણી કરનાર વિરૂદ્ધ આકરું વલણ અપનાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -