હૉલિવૂડ એક્ટ્રેસ પામેલા એન્ડરસન એકવાર ફરી પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. 52 વર્ષની પામેલા એન્ડરસને પાંચમાં લગ્ન કર્યા છે. પામેલાએ આ વખતે હૉલિવૂડ પ્રોડ્યૂસર જૉન પીટર્સ સાથે લગ્ન કર્યા છે. રિપોર્ટ પ્રમાણે તેઓ છેલ્લા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. તેના બાદ બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.




મીડિયા રિપોર્ટ પ્રમાણે, પામેલા એન્ડરસ અને જૉન પીટર્સે એક સેરેમની દરમિયાન લગ્ન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પામેલાની ઉંમર 52 વર્ષની છે જ્યારે જોન પીટર્સ તેના 20 વર્ષ મોટા છે એટલે કે તેઓ 72 વર્ષના છે. પામેલા ફિલ્મ બેવોચમાં નજર આવી ચૂકી છે.


આ પહેલા પામેલાએ રૉકર્સ, ટૉમી લી અને કિડ રૉક સાથે લગ્ન કર્યા હતા. તેના બાદ તેમણે બે વખત પ્રોફેશનલ પોકર રિક સોલોમોન સાથે લગ્ન કર્યા હતા.