પૂજા ભટ્ટે કહ્યું કે, ‘હું આપણા નેતાઓને વિનંતી કરું છું કે દેશભરમાં ઉઠી રહેલ અવાજોને સાંભળે. ભારતની મહિલાઓને, શાહીન બાગ અને લખનઉની મહિલાઓને...અમે ત્યાં સુધી નહીં રોકાઈએ જ્યાં સુધી અમારો અવાજ સાંભળવામાં નહીં આવે.’પૂજા ભટ્ટે આગળ કહ્યું, ‘હું લોકોને વિનંતી કરું છું કે તેના પર વધુમાં વધુ બોલે. હું સીએએ-એનઆરસીનું સમર્થન નથી કરતી, કારણ કે તે મારા ઘરને વહેંચે છે.’
અભિનેત્રીએ સોમવારે કહ્યું કે, મતભેદ દેશભક્તિનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. CAA-NRC વિરોધમાં જે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે તેનાથી આપણને એ સંદેશ મળે છે કે, હવે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.
આ પહેલા પરેશ રાવલે કહ્યું કે, દોસ્તો તમારે તે સાબિત નથી કરવાનું કે હિન્દુસ્તાન તમારા બાપનું છે, પરંતુ તમારે એવું સાબિત કરવાનું છે કે તમારો બાપ હિન્દુસ્તાનનો છે. પરેશ રાવલે આ વાત કહી પછી સોશિયલ મીડિયા પર એક નવો જ સિલસિલો શરૂ થયો છે.