મુંબઈઃ ફિલ્મી હસ્તીઓ રાજકારણમાં આવે તેમાં કશું નવું નથી પણ એક હોટ અભિનેત્રી એવી છે કે જે, રાજકારણમાં કોઈએ ના મેળવી હોય એવી સફળતા મેળવવા ઈચ્છે છે. આ અભિનેત્રી છે પ્રિયંકા ચોપરા અને પ્રિયંકા ચોપરાને પણ હવે રાજકારણના અભરખા જાગ્યા છે.
પ્રિયંકા માત્ર રાજકારણમાં જ આવવા નથી માંગતી પણ ભારતની વડાપ્રધાન પણ બનવા માંગે છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા તો પોતાની સાથે પોતાના પતિ નિક જોનાસને પણ રાજકારણમાં સફળતા મળે એવું ઈચ્છે છે. નિક અમેરિકાનો પ્રમુખ બને એવી પ્રિયંકાની ઈચ્છા છે.
પ્રિયંકાએ કહ્યું છે કે, તે ભવિષ્યમાં ભારતનાં વડાપ્રધાન બનવાની રેસમાં જોડાશે અને હું ઇચ્છું છુ કે નિક અમેરિકાના પ્રમુખપદની રેસમાં જોડાશે. તેણે કહ્યું હતું કે, હાલનું રાજકારણ તેમેને પસંદ નથી અને અમે બંન્ને સાચે જ પરિવર્તન ઇચ્છીએ છીએ.
પ્રિયંકાએ જણાવ્યું કે, તેમણે હંમેશાં રાજકારણથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો, કારણ કે તેઓ લોકોનું મનોરંજન કરવા માંગે છે, પરંતુ એ સત્ય પણ ના નકારી શકાય કે નિક એક મહાન નેતા બની શકે છે. આ કારણે જ તે ઈચ્છે છે કે, નિક ભવિષ્યમાં અમેરિકાનો પ્રમુખ બને.
આ હૉટ એક્ટ્રેસ ભવિષ્યમાં ભારતની પ્રાઈમ મિનિસ્ટર બનવા માંગે છે ને પતિ અમેરિકાનો પ્રેસિડેન્ટ.........
abpasmita.in
Updated at:
05 Jun 2019 10:26 AM (IST)
પ્રિયંકા માત્ર રાજકારણમાં જ આવવા નથી માંગતી પણ ભારતની વડાપ્રધાન પણ બનવા માંગે છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા તો પોતાની સાથે પોતાના પતિ નિક જોનાસને પણ રાજકારણમાં સફળતા મળે એવું ઈચ્છે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -