આ બોલિવૂડ એક્ટ્રેસને ફેને કહ્યું- મારી સાથે લગ્ન કરીશ, તો જાણો શું મળ્યો જવાબ?
રવિના ટંડન પહેલી એવી અભિનેત્રી નથી કે જેને ફેન દ્વારા લગ્નનો પ્રસ્તાવ મળ્યો હોય. સોશિયલ મીડિયા પર ટિસ્કા ચોપરા, દિવ્યા દત્તા અને શશિ થરૂર જેવી પર્સનાલિટીને ટ્વિટર પર લગ્નના પ્રસ્તાવ મળી ચુક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: બોલિવુડની જાણિતી અભિનેત્રી રવીના ટંડનને ફરી એક વખત લગ્નનો પ્રસ્તાવ મળ્યો છે. લાઈમલાઈટથી પોતાન દૂર રાખતી અભિનેત્રી રવિના ટંડનને લગ્નનો પ્રસ્તાવ ટ્વિટર પર એક ફેન તરફથી આવ્યો. જેના પર રવિનાએ જોરદાર જવાબ આપ્યો હતો.
પોતાના ફેનના આ ટ્વિટ પર રવિના ટંડને કહ્યું, તમે મને પુછવામાં 13 વર્ષ મોડા પડ્યા છો, ઉલ્લેખનિય છે કે રવિના ટંડનના બિઝનેશમેન અનિલ થડવાની સાથે 13 વર્ષ પહેલા લગ્નના બંધનમાં બંધાઈ ચુકી છે.
અનવર અલી નામના એક શખ્સે ટ્વિટ કરી 43 વર્ષની અભિનેત્રીને પુછ્યું શું તમે મારી સાથે લગ્ન કરશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -