Samantha Item Song: સાઉથની ફેમસ એક્ટ્રેસ સામંથા રુથ હાલ  તાજેતરમાં રિલીઝ થયેલા તેમના ‘ઓ અંતાવા’ આઇટમ સોન્ગના કારણે ઘણી ચર્ચામાં છે. આ સોન્ગનો જબરો   ક્રેઝ દર્શકોમાં  જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ  આ સોન્ગનો મેકિંગ વીડિયો સામે આવ્યો છે. જો કે આ 3 મિનિટના સોન્ગ માટે એક્ટ્રેસ જે ફી લીધી છે. જેનો આંકડો સાંભળીને આપ ચોંકી જશો


સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝ ચાલુ છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. તો  ફિલ્મની બીજી એક ખાસ વાત એ છે કે,  ફિલ્મનું ગીત 'ઓ અંતવા' જે સામંથા રૂથ પ્રભુ અને અલ્લુ પર ફિલ્માવવામાં આવ્યું છે. સામંથાએ પહેલીવાર  આઈટમ સોંગ કર્યું છે. આ ગીતમાં એક્ટ્રેસના ડાન્સ મૂવ્સના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ સોન્ગના ખૂબ જ વખાણ થઇ રહ્યાં છે. જો કે સ્વાભાવિક છે કે, આ  3 મિનિટના સોન્ગમાં સામંથા  5 કરોડ રૂપિયાની ફી વસૂલી છે.


સામંથાએ  ફિલ્મમાં લગભગ 3 મિનિટનું આઈટમ નંબર કર્યું છે.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમંથાએ આ ગીત માટે પૂરા 5 કરોડ રૂપિયા ચાર્જ લીધો છે. મીડિયા રિપોર્ટસ મુજબ  પહેલા અભિનેત્રી આ આ આઇટમ સોન્ગ કરવા માટે સંકોચ અનુભવી હતી અને તેમણે આઇટમ સોન્ગ માટે મનાઇ કરી દીધી હતી પરંતુ  આ ફિલ્મના મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુન દ્વારા સમજાવવામાં આવી હતી, ત્યારબાદ તેણી આ ગીત કરવા માટે સહમતિ દર્શાવી હતી.




એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ  સોન્ગમાં કેટલાક ડાન્સ મૂવ્સ કરવામાં તેને ખૂબ જ તકલીફ પડી રહી હતી. આ મૂવ્સ ચેન્જ કરવાનું પણ વિચારવામાં આવ્યું હતું. જો કે ત્યાર બાદ તેમણે આ મૂવ્સ માટે પ્રેકટિસ કરી અને ડાન્સ મૂવ્સ બખૂબી કરી બતાવ્યાં. આ સોન્ગમ સામંથા ડાન્સના કારણે લોકપ્રિય બનતા  ફિલ્મ 'પુષ્પા પાર્ટ 2'ના ડાન્સ નંબર માટે પણ અપ્રોચ કરવામાં આવી રહી છે. સામંથા હાઇપેઇટ સાઉથની અભિનેત્રી છે.


તાજેતરમાં જ દેશ અને દુનિયામાં સાઉથ ફિલ્મ પુષ્પા ધમાલ મચાવી છે, પુષ્પાના ડાયલૉગની સાથે સાથે પુષ્પાના ગીતો પણ ધમાલ મચાવી રહ્યાં છે. પુષ્પા ફિલ્મના (Pushpa Movie)ના ગીતો શ્રીવલ્લી (Srivalli) અને અંટાવા (O Antava)એ ઇતિહાસ રચી દીધો છે. દરેકના મોઢે આ ગીત છે. પરંતુ બહુ ઓછો લોકો જાણે છે કે, અંટાવા ગીત સૌથી પહેલા બૉલીવુડની બે સેક્સી એક્ટ્રેસને ઓફર કરવામાં આવ્યુ હતુ, પરંતુ તેમને ના પાડતા સાઉથ એક્ટ્રેસ સામંથાએ આ કર્યુ અને તેને વધુ લોકપ્રિય થઇ ગઇ. હાલમાં અંટાવા ગીતમાં સામંથા પ્રભુ (Samantha Prabhu)ની ખુબ પ્રસંશા થઇ રહી છે, આ ગીતમાં હૉટનેસનો જબરદસ્ત તડકો લાગી રહ્યો છે.


મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો, સુપરહીટ થઇ રહેલુ આ અંટાવા ગીત સૌથી પહેલા બૉલીવુડની બે સેક્સી હીરોઇનેને ઓફર કરવામાં આવ્યુ હતુ, જેમાં પહેલુ નામ છે દિશા પટ્ટણી (Disha Patani) અને બીજા નંબરમાં નોરા ફતેહી (Nora Fatehi) છે, પરંતુ આ બન્ને હીરોઇનોએ આ ગીતમાં એન્ટ્રી ના લીધી, અને આ કારણે બાદમાં મેકર્સે સામંથા રૂથ પ્રભુને સિલેક્ટ કરી હતી,