સયાની ગુપ્તાએ પોતાના ટ્વીટમાં જામિયા હિંસા પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, ‘શું આવા જ રામ રાજ્યની વાત કરી રહ્યા હતા? શું રામ આના પર ગર્વ અનુભવતા હશે? હિંદુત્વ હિંદૂ ધર્મની બિકુલ વિપરિત છે. પહેલા આ હિંસા અને ધૃણાને પ્રોત્સાહન આપે છે. ત્યાર બાદ એક અને સદ્ભાવની ઉજવણી કરે છે.’
સયાની ગુપ્તાનું આ ટ્વિટ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. સાથે જ લોકો તેના પર ખૂબ રિએક્શન પણ આપી રહ્યા છે. જણાવીએ કે, સયાની ગુપ્તા ઉપરાંત આ મુદ્દે સ્વરા ભાસ્કર, જીશાન અય્યૂબ, રિચા ચડ્ઢા અને અનેક કલાકોરએ પણ પોતાના રિએક્શન આપ્યા છે.
જણાવીએ કે, જામિયા યુનિવર્સિટના વિદ્યાર્થી રાજઘાટ સુધી પદયાત્રા કાઢવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે એક યુવક આવ્યો અને તેણે ‘યે લો આઝાદી’ અને દિલ્હી પોલીસ ઝિંદાબાદના નારા લગાવતા ગોળી ચલાવી. ગોળી શાદાબ નામના એક વિદ્યાર્થીના હાથમાં લાગી. શાદાબને હોલી ફેમિલી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. પેલીસે આરોપીની અટકાયત કરી લીધી છે. દિલ્હીમાં સીએએના વિરોધમાં ઊત્તર રાજ્યના હજારો લોકો અને વિદ્યાર્થી સંગઠનોએ જંતર-મંતર સુધી પ્રદર્શન કર્યું. તેમાંથી ગણાં લોકો એવા હતા જે દક્ષિણ દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં ચાલી રહેલ સીએએ વિરોધી ધરણાનો પણ ભાગ રહ્યા છે.