મુંબઇઃ આજકાલ બૉલીવુડ એક્ટ્રેસ વેકેશનના મૂડમાં છે, મોટાભાગની એક્ટ્રેસ પોતાના પરિવાર કે બૉયફ્રેન્ડ સાથે મજા માણવા બીચ પર નીકળી છે. હવે હૉટ એક્ટ્રેસ શમા સિકન્દરએ એક તસવીર શેર કરીને બૉટિંગની મજાનો એક્સપીરિયન્સ શેર કર્યો છે.

ઇન્ટરનેટ પર હંમેશા પોતાની તસવીરો અને વીડિયોથી તહેલકો મચાવનારી એક્ટ્રેસ શમા સિકન્દર ફરીથી ચર્ચામાં આવી છે. આ વખતે તે પોતાના બૉયફ્રેન્ડ સાથે દરિયામાં બૉટિંગ કરી રહી છે.



શમાએ એક બીજી પણ એક તસવીર શેર કરી છે જેમાં તે બૉયફ્રેન્ડને કિસ કરતી દેખાઇ રહી છે. તેને કેપ્શનમાં લખ્યું છે કે, એક કપલ હંમેશા સાથે જીવે છે અને સાથે જ ફરે છે, અને સાથે જિંદગીના દરેક પડકારોને ઝીલે છે. હું તમારી સાથે વિતાવેલા વેકેશનને હંમેશા મીસ કરવાની છું.


ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ શમા સિકન્દરે કેરિયરની શરૂઆત 2003માં નાના પડદાનો શૉ યે મેરી લાઇફથી કરી હતી. ત્યારબાદ સબ ટીવી બાલવીરમાં ભયંકર પરીની ભૂમિકા નિભાવી હતી, જે લોકોને ખુબ પસંદ આવ્યો હતો.