મુંબઈ: કરન જોહરની ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ યર 2'થી બોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે હોટ એક્ટ્રેસ તારા સુતરીયા. ફિલ્મની રીલીઝ પહેલા જ તારા પોતાના હોટ અંદાજના કારણે ચર્ચામાં છે. તારાએ ડિઝનીનાં બે શો- 'સ્વીટ લાઇફ ઔર કર એન્ડ કબીર' તેમજ 'ઓએ જસ્સી'માં કામ કર્યું છે. એક્ટિંગ ઉપરાંત તારા સિંગિંગ અને ડાન્સિંગમાં પણ સારુ નામ ધરાવે છે. ફિલ્મ 'તારે જમી પર..' અને ફિલ્મ 'ગુઝારીશ'માં તારાએ ગીત ગાયુ છે. તારા ક્લાસિકલ બેલે, મોર્ડન ડાન્સ ફોર્મ અને લેટિન અમેરિકન ડાન્સ ફોર્મની ટ્રેનિંગ પણ લીધી છે. તારા ક્લાસિકલ બેલે, મોર્ડન ડાન્સ ફોર્મ અને લેટિન અમેરિકન ડાન્સ ફોર્મની ટ્રેનિંગ પણ લીધી છે. સ્ટુડન્ટ ઓફ ધ યર 2ની કાસ્ટ ફાઈનલ થયા બાદ ઈન્ટરનેટ પર તારા સુતરીયાને ખૂબ સર્ચ કરવામાં આવી રહી છે. તારા સુતરિયા બોલીવૂડમાં આવ્યા પહેલા ઈશાન ખટ્ટરને ડેટ કરી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બંને એક્ટર્સના સંબંધો ખૂબ લાંબા ચાલ્યા હતા.