મુંબઈ: ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ યર -2’થી બૉલિવૂડમાં ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ તારા સુતારિયાએ પોતાના રિલેશનશિપને લઈને ખુલાસો કર્યો છે. તારા એક્ટર આદર જૈન સાથે રિલેશનશિપમાં છે, જો કે, બન્ને ઘણીવાર સાથે નજર આવી ચૂક્યા છે, સોશિયલ મીડિયા પર બન્નેની જોડે તસ્વીર પણ શેર કરી છે, પણ બન્નેએ ક્યારેય પોતાના રિલેશનશિપ અંગે ખુલાસો કર્યો નહોતો, પરંતુ હવે એક ઈન્ટરવ્યૂમાં તારાએ આ વાતનો ખુલાસો કર્યો છે.

તારા સુતારિયાએ પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, હું તેમાં નથી માનતી કે કોઈ વસ્તુ જે ખૂબસૂરત હોય, તેને કોઈનાથી છૂપાવવું જોઈએ. પરંતુ એ સમજવું જોઈએ કે ઘણા સેલિબ્રિટીઝ પોતાના રિલેશિપને લઈને મૌન સાધીને બેસી રહે છે.

તારાએ કહ્યું, મે વાસ્તવમાં કોઈ પત્રકાર અથવા મીડિયાના સભ્યોને નથી જણાવ્યું. મારું માનવું છે કે, જો તમે કોઈની સાથે રિલેશનમાં છો તો, તે પર્સનલ અને પવિત્ર છે.


તારાએ વધુમાં કહ્યું કે, “અમારી લાઈનમાં ઘણી વસ્તુઓ ખાનગી હોય છે તથા કોઈ કલ્પનાઓમાં હોય છે. એવામાં સમજણ નથી પડતી કે, લોકો વસ્તુને પોતાના સુધીજી જ કેમ સિમિત રાખે છે. તેને શેર કેમ નથી કરતા. ” તારાએ કહ્યું કે, જો મને લાગે છે કે, કોઈ વસ્તુ સુંદર, અદ્ભૂત અને જાદૂથી ભરેલી છે. એવી વસ્તુ ઘણા લોકોના જીવનમાં હોય છે. મને નથી લાગતું કે આવી વસ્તુને છૂપાવવી જોઈએ, જે ખૂબસૂરત છે. જો કે, અત્યાર સુધી મે રિલેશનશિપને લઈને કોઈ પ્રકારની વાતચીત નથી કરી એવામાં લોકોએ જે વિચારવું હશે તે વિચારશે.



ઉલ્લેખનીય છે કે, ગત મહિને આદર જૈનની બર્થડે પર તારાને તેના જન્મદિવસની શુભેચ્છા આપી હતી. તેમણે ઈન્સ્ટાગ્રામ પર આદર સાથની એક તસવીર શેર કરી હતી અને તેને પોતાનો મનપંસદ વ્યક્તિ ગણાવ્યો હતો.