Actress Trouble: હૉટ એક્ટ્રેસની તબિયત લથડી, ફિલ્મનું શૂટિંગ પડતુ મુકીને વિદેશ સારવાર માટે થઇ રવાના, જાણો શું થયું........

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સામંથાની તબિયત છેલ્લા કેટલાય સમયથી ઠીક નથી. ડૉક્ટરો પણ તેને કોઇપણ જાતના મીડિયા અપીરિયન્સથી દુર રહેવાની સલાહ આપી રહ્યાં છે.

Continues below advertisement

Samantha Ruth Prabhu: સાઉથ ફિલ્મોની સાથે સાથે હવે બૉલીવુડમાં પણ ધમાલ મચાવનારી હૉટ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક્ટ્રેસ હંમેશા પોતાની પ્રૉફેશનલ લાઇફ જ નહીં પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં છવાયેલી રહે છે. હવે એક્ટ્રેસ એક ગંભીર બિમારીમાં સપડાઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રે્સ સામંથાની તબિયત ઠીક નથી અને તેને ચામડીને લગતી એક ગંભીર બિમારી થઇ છે. 

Continues below advertisement

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સામંથાની તબિયત છેલ્લા કેટલાય સમયથી ઠીક નથી. ડૉક્ટરો પણ તેને કોઇપણ જાતના મીડિયા અપીરિયન્સથી દુર રહેવાની સલાહ આપી રહ્યાં છે. છેલ્લી સામંથા કરણ જોહરના શૉ કૉફી વિથ કરણમાં અક્ષય કુમાર સાથે દેખાઇ હતી. ઉલ્લેખનીય છે કે પુષ્પામાં આઈટમ ડાન્સ 'ઓ અંતવા માવા'થી સામંથા રૂથ પ્રભુને જોરદાર પબ્લિસીટી મળી હતી. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમંથા ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત છે. જેના કારણે તેણે પોતાની ફિલ્મ ખુશીનુ શૂટિંગ અધવચ્ચે જ અટકાવવું પડ્યું હતું. સમન્થા 'પોલિમોર્ફ લાઇટ ઇરપ્શન' નામની ચામડીની બિમારી સામે લડી રહી છે. જે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી થાય છે. સમંથા હાલમાં કામમાંથી બ્રેક લઈને જાહેરમાં જોવા અને શૂટિંગથી દૂર છે.

અંગ્રેજી વેબ સાઈટ બોલિવૂડ લાઈફના અહેવાલ મુજબ, સમંથા આ રોગની સારવાર માટે યુએસએ રવાના થઈ ગઈ છે. તેની તબિયતના કારણે સામંથાએ ખુશી ફિલ્મના આગામી શેડ્યૂલનું શૂટિંગ પણ મોકૂફ રાખ્યું છે. આ ફિલ્મમાં તે વિજય દેવરાકોંડાની સામે જોવા મળશે. સામંથાએ 31 જુલાઈએ સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કર્યો હતો. ત્યારથી એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે, તે સોશિયલ મીડિયાથી દૂર છે. સામંથાએ તેની ફિલ્મ યોદ્ધાનું પોસ્ટર અને ટીઝર શેર કર્યું હતું. 

આ ફિલ્મોમાં જોવા મળશે-
સામંથાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, 'ખુશી' અને 'યશોદા' સિવાય, તેણી પાસે 'શાકુંતલમ' અને 'સિટાડેલ'નું હિન્દી રૂપાંતરણ જેવા પ્રોજેક્ટ્સની લાઇન-અપ છે.

Continues below advertisement
Sponsored Links by Taboola